કમાલ ખાન બોલ્યાઃ રાહુલ ગાંધી 10 વર્ષ સુધી ચૂંટણી નહીં જીતે!!

મુંબઈઃ બોલીવુડ એક્ટર કમાલ આર ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. રાજનૈતિક મુદ્દા હોય કે પછી બોલીવુડ સાથે જોડાયેલી ગતિવિધિઓ, કમાલ આર ખાન દરેક વિષય પર ખુલીને પોતાનો મત રજૂ કરે છે. તાજેતરમાં જ તેમણે રાહુલ ગાંધીને લઈને એક ટ્વીટ કર્યું છે, જેણે સોશિયલ મીડિયા પર ધ્યાન ખેંચ્યું છે. પોતાના આ ટ્વીટમાં એક્ટર કમાલ આર ખાને જાહેરાત કરી છે કે રાહુલ ગાંધી આવતા 10 વર્ષ સુધી કોઈપણ ચૂંટણી જીતી નહી શકે. તેમણે આનું કારણ પણ જણાવ્યું અને રાહુલ ગાંધી અને તેમની જીત પર આવેલું કમાલ ખાનનું આ ટ્વીટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને સાથે જ લોકો આના પર રીએક્શન પણ આપી રહ્યા છે.

કમાલ ખાને રાહુલ ગાંધી માટે ટ્વીટમાં લખ્યું કે, રાહુલ ગાંધી કાશ્મીર પર એ જ કહી રહ્યા છે કે જે ઓવૈસી કહે છે. તેનો અર્થ એ છે કે રાહુલ ગાંધી આવનારા 10 વર્ષ સુધી કોઈપણ ચૂંટણી નહી જીતી શકે. લોકો રાહુલ ગાંધી માટે બીલકુલ વોટ નહી કરે, જો રાહુલ ગાંધીએ કાશ્મીર પર પાકિસ્તાનને સમર્થન કરવાનું બંધ ન કર્યું. પોતાના ટ્વીટમાં કમાલ ખાને જણાવ્યું કે રાહુલ ગાંધી પાકિસ્તાનનું સમર્થન કરે છે.

કમાલ ખાને મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી સમયે પણ કોંગ્રેસને લઈને ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે કોંગ્રેસને સલાહ આપી કે જો તેમણે પાર્ટીને બચાવવી હોય તો અહમદ પટેલ, દિગ્ગવીજય સિંહ, ગુલામ નબી આઝાદ, મણિશંકર ઐયર જેવા નેતાઓને બહાર કાઢવા પડશે. ફિલ્મ દેશદ્રોહીથી બોલીવુડમાં ડેબ્યુ કરનારા કમાલ ખાન બિગ બોસ 3 માં નજરે આવ્યા હતા.