નાણામંત્રીના પતિએ જ સરકારને દેશની આર્થિક સ્થિતિ મામલે આપી સલાહ…

નવી દિલ્હીઃ Economic Slowdown અને દેશની ડામાડોળ અર્થવ્યવસ્થાને લઈને નાણાપ્રધાન નિર્મલા સીતારમણના પતિ અને જાણીતા અર્થશાસ્ત્રી પરાકલા પ્રભાકરે મૌન તોડ્યું છે. તેમણે કહ્યું છે કે દરેક વાત પર દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની ટીકાઓ યોગ્ય નથી. અર્થવ્યવસ્થાને પાટે લાવવા માટે ભાજપને આની જગ્યાએ નરસિમ્હારાવ અને મનમોહન સિંહ દ્વારા અમલમાં લાવવામાં આવેલા આર્થિક મોડલ અને નીતિઓને અપનાવવી જોઈએ. 60 વર્ષીય પ્રભાકર આંધ્ર પ્રદેશ સરકારમાં ટેલીકોમ મામલાઓના સલાહકાર રહી ચૂક્યા છે અને વર્તમાન સમયમાં હૈદરાબાદ સ્થિત કંપની RightFOLIO ના ડાયરેક્ટર છે. તેમણે કહ્યું કે દેશમાં આર્થિક મંદીને લઈને દરેક બાજુ ચિંતા છે. સરકાર જ્યાં આને નકારી રહી છે, ત્યાં જ સાર્વજનિક થતો ડેટા સ્પષ્ટ જણાવી રહ્યો છે કે એક બાદ એક ક્ષેત્રમાં ગંભીર પડકારો પેદા થઈ રહ્યા છે. પ્રાઈવેટ કન્ઝપ્શનમાં ઘટાડો નોંધાયો છે અને તે 18મા ત્રીમાસીક ગાળાના નિચલા સ્તર પર આવીને 3.1 ટકા થઈ ગયો છે.

તેમણે કહ્યું કે ગ્રામીણ કન્ઝપ્શનમાં શહેરોમાં આવેલી મંદીના કારણે બેગણો ઘટાડો થયો છે. કુલ નિર્યાતમાં ઓછી અથવા પછી બીલકુલ પણ પ્રગતિ થઈ નથી. નાણાંકીય વર્ષ 2019-20 ના પ્રથમ ત્રીમાસિક ગાળામાં જીડીપી વિકાસ દર માત્ર 5 ટકા સાથે 6 વર્ષના સૌથી નીચલા સ્તર પર છે. જો કે, સરકાર આમ છતા પણ સંકેત આપવાના પ્રયત્નોમાં છે કે તે સ્થિતિ પર પકડ બનાવી રહી છે.

નાણામંત્રીના પતિએ દાવો કર્યો કે મોદી સરકાર પાસે આર્થિક મોરચે કોઈ રોડમેપ નથી. તેઓએ કહ્યું કે ભાજપના કાર્યકાળમાં થોડા વર્ષોમાં જ આ સમસ્યા પેદા થઈ છે. એ બીલકુલ સ્પષ્ટ છે કે ભારતીય જન સંઘના સમયથી જ નહેરુનું સમાજવાદી ફ્રેમવર્ક ફગાવવામાં આવી રહ્યું છે. ભાજપની આર્થિક વિચારધારા રાજનીતિને ધ્યાનમાં રાખતા મોડલની નિંદા સુધી સીમિત રહી ગઈ છે.

તેમણે કહ્યું કે, નહેરુવાદી આર્થિક ફ્રેમવર્ક પર શાબ્દિક હુમલાઓ માત્ર રાજનૈતિક વાર છે, પર આનાથી ક્યારેય અર્થવ્યવસ્થા સંબંધિત સમસ્યાઓ નહી ઉકેલાય. ભાજપના થિંક ટેંકને આ વાત સમજાઈ નથી. પ્રભાકરે ભલામણ કરી કે ભાજપ રાજનૈતિક પ્રોજેક્ટમાં સરકાર વલ્લભભાઈ પટેલ આદર્શ બની શકે છે તો પછી રાવ પણ પાર્ટીના આર્થિક ફ્રેમવર્ક માટે મજબૂત ચહેરો બની શકે છે.