મહારાષ્ટ્રમાં સરકાર રચાયા પછી પક્ષો વચ્ચે જામ્યું શાબ્દિક યુધ્ધ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના રાજકારણના ઇતિહાસમાં અલગ પ્રકરણ બનેલ આજની રાજકીય ઉલટફેરની ઘટનાઓને પગલે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના કેન્દ્રીય નેતૃત્વ તરફથી નિવેદનો સામે આવી ગયાં છે.

મહારાષ્ટ્રમાં બીજીવાર રચાયેલી ફડણવીસ સરકાર અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે કહ્યું કે આ ઘટના કાળી શાહીથી અહેમદ પટેલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે ના બેન્ડ, ના બાજા, ના બારાત અને સીએમ અને ડેપ્યુટી સીએમએ શપથ લીધાં હતાં. આ ઘટના કાળી શાહીમાં લખાશે. કોઈ પૂછપરછ કર્યા વિના શપથ લેવડાવવામાં આવ્યાં છે. ક્યાંક કશુંક ખોટું થયું છે. અહેમદ પટેલે કહ્યું કે ભાજપ બેશરમીની તમામ સીમાઓ ઓળંગી ગઈ છે એનસીપીના કેટલાક લોકોએ યાદી આપી હતી, જેના કારણે આ ઘટના બની છે. અહેમદ પટેલે કહ્યું કે ત્રણેય પક્ષો ભાજપને હરાવવા માટે એક સાથે બેઠાં હતાં. અમે ત્રણેય આજે પણ એકસાથે છીએ. કોંગ્રેસના તમામ ધારાસભ્યો એક સાથે છે. અમારી તરફથી કોઈ વિલંબ કરવામાં આવ્યો નથી. કોંગ્રેસ પર કરવામાં આવેલો આક્ષેપ પાયાવિહોણો છે. જોકે અહેમદ પટેલે કહ્યું કે હા, કેટલાક મુદ્દાઓ પર સંમત થવામાં સમય લાગ્યો છે.

તો 30 વર્ષની મિત્રતાનો શિવસેનાએ સ્વાર્થમાં ભંગ કર્યો તેમ ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું.તેમણે કહ્યું કે ભાજપ-શિવસેનાને આદેશ મળ્યો હતો અને ભાજપ એક મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યો હતો.. દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રીનો જનાદેશ મળ્યો હતો. શિવસેનાને જીતાડવામાં ભાજપના સમર્થકોનો મોટો હાથ હતો. આ અમારી નૈતિક અને રાજકીય જીત હતી. અમે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં જીત્યાં. ચૂંટણીના પરિણામો આવ્યાં પછી ખુરશી માટે મેચ ફિક્સિંગ કેવી રીતે બન્યું? જે લોકો વિપક્ષમાં બેસવાની વાત કરે છે તેમનું આ ફિક્સિંગ છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે 30 વર્ષની મિત્રતા શિવસેના સ્વાર્થને લઇને તૂટી ગઈ. આ ચોર દરવાજા દ્વારા આર્થિક રાજધાની કબજે કરવાનું કાવતરું હતું.

કેન્દ્રીયપ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે બાલાસાહેબના સમર્પણને દરેક જાણે છે, તેઓ કોંગ્રેસના કટ્ટર વિરોધી હતાં. હવે શિવસેના પણ તેમની સાથે ગઈ છે. તેમણે કહ્યું કે રાજ્યપાલે તમામ પક્ષોને તક આપી હતી, પરંતુ કોઈએ દાવો કર્યો નહોતો. તેથી જ આજે દેવેન્દ્ર ફડણવીસે શપથ લીધાં હતાં. મહારાષ્ટ્રના લોકો કહેતાં હતાં કે જ્યારે અમે આદેશ આપ્યો ત્યારે સરકાર કેમ નથી બનાવવામાં આવી રહી. આ જોડાણ મહારાષ્ટ્રને સ્થિર સરકાર આપશે. અમારી સરકાર રાજ્યમાં નહીં પડી જાય.