કર્ણાટક ચૂંટણી: BJPના ઘોષણાપત્રમાં મહિલાઓને મફત સ્માર્ટફોન અને મંગળસૂત્રનો વાયદો

બેંગલુરુ- કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે. જેના અનુસંધાને આજે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઘોષણાપત્ર જાહેર કર્યું છે. કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર બી.એસ. યેદુરપ્પાએ આજે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં ચૂંટણા ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. આપને જણાવી દઈએ કે, કર્ણાટકમાં 12 મેના રોજ મતદાન કરવામાં આવશે અને 15 મેના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે.BJPના ઘોષણાપત્રની મુખ્ય વાતો

દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં 20 લાખ ખેડુતોને રુપિયા 10 હજારની આર્થિક સહાય

સિંચાઈ યોજના માટે રુપિયા 1.5 લાખ કરોડની જોગવાઈ

ખેડુતોને પંપ સેટ માટે દસ કલાક મફત વિજળી

ગૌ હત્યા રોકવા કાર્યક્રમ ચલાવવા

મહિલાઓને 2 લાખ સુધીની લોન 1 ટકાના વ્યાજ દરે અપાશે

BPL પરિવારની તમામ મહિલાઓને મફત સ્માર્ટફોન

પશુ કલ્યાણ માટે રુપિયા 3 હજાર કરોડની જોગવાઈ

3 ગ્રામનું મંગળસૂત્ર તમામ BPL પરિવારોની મહિલાઓ તેમના લગ્ન પ્રસંગે અપાશે

300થી વધુ અન્નપૂર્ણા કેન્ટિન ખોલાશે

ઓબીસી જાતિના લોકો માટે સુવિધા ઘર, રુપિયા 7 હજાર 500 કરોડનું બજેટ

24*7 એન્ટી કરપ્શન હેલ્પલાઈન

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]