ભારતના 75 વર્ષે ભાજપના 75 વાયદાઃ “સંકલ્પ પત્ર” માં કલમ 35-એ હટાવવાનો સંકલ્પ

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે આજે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. ભાજપના આ મેનિફેસ્ટોને “સંકલ્પ પત્ર” નામ આપવામાં આવ્યું છે. મેનિફેસ્ટો જાહેર કરવાના કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંબોધન કરતા કહ્યું કે આઝાદીની 75મી વર્ષગાંઠ સુધી એટલે કે વર્ષ 2022 ના સમય ગાળા સુધીમાં કાર્ય કરવા માટે અમે 75 સંકલ્પ લીધા છે. બીજેપીના સંકલ્પ પત્રમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય છે.

બીજેપીના “સંકલ્પ પત્ર” માં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રવાદ પ્રત્યે અમારી પૂર્ણ પ્રતિબદ્ધતા છે. આતંકવાદ પ્રત્યે અમારી ઝીરો ટોલરન્સ નીતિ છે. ભારતમાં ખોટી રીતે થનારી ઘુસણખોરી રોકવા માટે અમે કડક વલણ અપનાવીશું. સિટિઝનશિપ એમેન્ડમેન્ટ બિલને બંન્ને સદનોથી પાસ કરાવીશું અને લાગૂ કરીશું. આનાથી કોઈ રાજ્યની સાંસ્કૃતિક અને ભાષાઈ સંરચના પર કોઈ આંચ નહી આવવા દઈએ.

ભાજપના “સંકલ્પ પત્ર” માં વચન આપવામાં આવ્યું છે કે ક્રેડિટ કાર્ડના 1 લાખ સુધી લોન પર પાંચ વર્ષ સુધી કોઈ વ્યાજ નહી આપવાનું રહે. વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બેગણી કરીશું. રામ મંદિર નિર્માણ કરાવવાની પૂર્ણતઃ કોશિષ કરીશું. “સંકલ્પ પત્ર”માં કહેવામાં આવ્યું છે કે 25 કરોડ ગ્રામીણ ક્ષેત્રોમાં જ ખર્ચ થશે. બીજેપીએ રાષ્ટ્રીય વ્યાપાર આયોગ બનાવવાનો પણ વાયદો કર્યો છે.


ભાજપે વચન આપ્યું કે નાના દુકાનદારોને પેન્શન આપીશું અને સાથે જ 60 વર્ષથી વધારેની ઉંમરના ખેડૂતોને પણ પેન્શન આપીશું. “સંકલ્પ પત્ર”માં કલમ 35-એ ને હટાવવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે. “સંકલ્પ પત્ર”માં કાશ્મીરી પંડિતોની વાપસી, ખર્ચ બચાવવા માટે એક દેશમાં એક ચૂંટણી અને પાંચ વર્ષમાં નક્સલવાદ ખતમ કરવાનું વચન આપવામાં આવ્યું છે.

બીજેપીએ રાષ્ટ્રીય રાજમાર્ગ બનાવવાની સ્પીડ તેજ કરવા, 2024 સુધી દેશભરમાં 200 એરપોર્ટ બનાવવા, કોલેજોમાં સીટ વધારવાનો પણ વાયદો કર્યો. બીજેપીએ જમીની રેકોર્ડ્સનું ડિજિટલાઈઝેશન કરવાનો પણ વાયદો કર્યો. બીજેપીએ કહ્યું કે તમામ ઘરોને વિજળી, ગેસ અને પીવાનું સ્વચ્છ પાણી આપવાનો પણ વાયદો કર્યો.

બીજેપીએ વાયદો કર્યો કે જીએસટીને વધારે સરળ કરવામાં આવશે. તમામ વ્યક્તિને પાંચ કિલોમીટરમાં બેંક મળશે. આ સાથે જ તમામ બાળકોનું ટીકાકરણ સુનિશ્ચિત કરવામાં આવશે. “સંકલ્પ પત્ર”માં કહ્યું કહેવામાં આવ્યું કે મુસ્લિમ મહિલાઓ માટે ન્યાય સુનિશ્ચિત કરીશું.

આ દરમિયાન વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ, નાણા પ્રધાન અરુણ જેટલી, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ સહિત બીજેપીના ઘણા વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા. બીજેપીનો દાવો છે કે આ “સંકલ્પ પત્ર” માટે લાખો લોકોના મંતવ્યો લેવામાં આવ્યા છે. બીજેપીના “સંકલ્પ પત્ર”ને વડાપ્રધાન મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, સંસદીય બોર્ડના સદસ્યો સહિત ઘણા કેન્દ્રીય પ્રધાનોની ઉપસ્થિતીમાં જાહેર કરવામાં આવ્યું.

મેનિફેસ્ટો કમીટિના અધ્યક્ષ ગૃહપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે અમારા સંકલ્પોથી કરોડો દેશવાસિઓની આકાંક્ષાઓ પૂર્ણ થશે. રાજનાથ સિંહે કહ્યું કે સંકલ્પ પત્રને 12 શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યું છે. રાજનાથે કહ્યું કે આ સંકલ્પ પત્રમાં જનતાના મનની વાત છે. રાજનાથ સિંહે કહ્યું કે “સંકલ્પ પત્ર” બનાવવા માટે 6 કરોડ લોકોના મંતવ્યો લેવામાં આવ્યા છે.

સંકલ્પ પત્રની મુખ્ય વાતો

જે અમે કહ્યું છે તેને અમે કરીને જ અમે જંપીશું: રાજનાથ સિંહ

  • ટ્રિપલ તલાકની વિરૂદ્ધ મુસ્લિમ મહિલાઓનો અમે ન્યાય સુરક્ષિત કરીશું
  • જમ્મુ-કાશ્મીરમાંથી 35-A હટાવાની કોશિષ કરીશું
  • ટ્રેંડ ડોકટર અને વસતીની વચ્ચે રેશિયો ઓછો કરવાનો પ્રયત્ન કરીશું
  • આયુષ્યમાન ભારતના 5 લાખ હેલ્થ અને વેયરનેસ સેન્ટર ખોલાશે
  • 2022 સુધી તમામ રેલવે પાટાને બ્રોડગેજમાં ફેરવશે
  • શહેરો અને ગામમાં ઓડીએફ પ્લસ અને ઓડીએફ ટુ પ્લસ કચરાનું મેનેજમેન્ટ સુનિશ્ચિત કરશે
  • તમામ ઘરોને 100 ટકા વિદ્યુતીકરણ
  • દરેક પરિવાર માટે પાક્કું મકાન. વધુમાં વધુ ગ્રામીણ પરિવારોને એલપીટી ગેસ સિલિન્ડર
  • આઝાદીના 75 વર્ષ પૂરા થતા 75 પગલાં નક્કી કર્યા છે. પીએમ કૃષિ સિંચાઇ યોજનાની અંતર્ગત તમામ સિંચાઇ યોજના પૂરી કરવાની કોશિષ કરશે. 1-5 વર્ષ માટે શૂન્ય વ્યાજ દર પર એક લાખ રૂપિયાની લોન આપશે.
  • લૉ સંસ્થાનોમાં પણ સીટોની સંખ્યા વધારાશે
  • એક્સિલેંટ એન્જિનિયરિંગ કોલેજોમાં સીટોની સંખ્યા વધારાશે
  • ઉત્કૃષ્ટ પ્રબંધન સંસ્થાઓમાં સીટોની સંખ્યા વધારાશે
  • નાના દુકાનદારોને પણ પેન્શન આપવાની જાહેરાત
  • રામ મંદિર બનાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરીશું