ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટને ભાજપે આદમપુરથી બનાવ્યા વિધાનસભા ઉમેદવાર…

નવી દિલ્હીઃ ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટને ભાજપે હરિયાણાના આદમપુર વિધાનસભા સીટથી ઉમેદવાર બનાવ્યા છે. સોનાલી ફોગાટનું નામ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી બીજી યાદીમાં શામિલ છે. આ લિસ્ટમાં નામ આવ્યા બાદ જ સોનાલી ચર્ચામાં આવી ગઈ છે. સોનાલી ફોગાટ ટિકટોક પણ ખૂબ ફેમસ છે. તે પોતાના વિડીયો ટિકટોક પર પોસ્ટ કરતી રહે છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. સોનાલી ફોગાટના વિડીયો તેમના ફેન્સ ખૂબ પસંદ પણ કરે છે. તેમની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે, ટિકટોક પર તેમના 1,32,000 થી વધારે ફોલોઅર્સ છે.

આદમપુર વિધાનસભા સીટ પર સોનાલી ફોગાટનો મુકાબલો કોંગ્રેસ પાર્ટીના કુલદીપ બિશ્નોઈ સાથે હશે. વર્ષ 2014ની ચૂંટણીમાં કુલદીપ બિશ્નોઈએ અલગ પાર્ટી બનાવીને ચૂંટણી લડી હતી અને ત્યાંથી જીત પ્રાપ્ત કરી હતી. આપને જણાવી દઈએ કે ભાજપના બીજા અને અંતિમ લિસ્ટમાં 12 ઉમેદવારોના નામ છે. આ પહેલા ભાજપે પહેલા લિસ્ટમાં 78 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

હરિયાણા વિધાનસભામાં કુલ 90 સીટ છે અને ભાજપે તમામ સીટો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપના પહેલા લિસ્ટમાં મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરને કરનાલથી ટીકિટ આપવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે ભાજપના પહેલા લિસ્ટમાં કુલ 38 લોકોને ટીકિટ આપવામાં આવી હતી. તો 7 ધારાસભ્યોની ટીકિટ કાપવામાં આવી હતી.