ઝારખંડઃ ભાજપના ટીકીટ વહેચણીના અજીબોગરીબ માપદંડ!!

પટણાઃ ઝારખંડમાં જે ભાજપા નેતાએ ત્યાં મધુ કોડા અને તેમના સહયોગીઓ દ્વારા કરવામાં આવેલા ગોટાળાને ઉજાગર કર્યા તેણે ચૂંટણીની જાહેરાત થતા પહેલા તે ગોટાળાના મુખ્ય આરોપી ભાનુ પ્રતાપ શાહીને પાર્ટીમાં જોડી લીધા છે. પાર્ટી દ્વારા 52 વિધાનસભાની પહેલી યાદીમાં ભાનુ પ્રતાપ શાહીને ભવનાથપુરથી ટીકિટ આપવામાં આવી છે તો આ ગોટાળાને ઉજાગર કરનારા સરયૂ રાયની ટીકિટ અત્યારે હોલ્ડ પર રાખવામાં આવી છે. સરયૂ રાય જમશેદપુર પશ્ચિમથી ધારાસભ્ય છે અને માનવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી રઘુબર દાસ સહિત પાર્ટીનો એક વર્ગ તેમની ટીકિટ કાપવાના પક્ષમાં છે. ભાજપા નેતા ભલે બીહારમાં હોય કે ઝારખંડમાં તેમનું માનવું છે કે આ બંન્ને રાજ્યોમાં ગોટાળાઓને ઉજાગર કરવામાં તેમની મુખ્ય ભૂમિકા રહી છે. ખાસકરીને ચારા કૌભાંડ અને મધુ કોડા અને તેમના સહયોગિઓ દ્વારા કરવામાં આવેલા ગોટાળાને ઉજાગર કરવામાં રાયની ભૂમિકા સૌથી વધારે રહી હતી. શાહીનો જ્યાં સુધી ગોટાળામાં શામિલ હોવાનો સવાલ છે તો તેમના વિરુદ્ધ આરોપ પત્ર સીબીઆઈ અને ઈડી બંન્ને દાખલ કરી ચૂક્યા છે અને અત્યારે ટ્રાયલ ચાલી રહી છે.

જો કે ઝારખંડ ભાજપાના નેતાઓનું કહેવું છે કે ભાનુ પ્રતાપને જ્યાં પાર્ટીના સર્વેમાં જીતવાની શક્યતાઓ જોતા પાર્ટીમાં શામીલ કરવામાં આવ્યા અને તેમના વિસ્તાર ભવનાથપુર વિધાનસભામાં પ્રથમ ચરણમાં ચૂંટણી હોવાના કારણે ટીકિટની જાહેરાત કરી દેવામાં આવી. તો જમશેદપુરમાં બીજા ચરણમાં મતદાન થવાનું છે. જો કે તે ચરણમાં જે વિધાનસભા ક્ષેત્રોમાં ચૂંટણી થવાની છે તેમાં મોટાભાગના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં મુખ્યમંત્રી રઘુવર દાસનું ચૂંટણી ક્ષેત્ર પણ શામિલ છે પરંતુ અત્યારે બધાની નજર હવે એ વાત પર છે કે શું પાર્ટીએ રાયની ટીકિટ કાપી છે કે પછી તેમને ચૂંટણી મેદાનમાં ઉતારાશે? જો કે એપણ માનવામાં આવી રહ્યું છે રાય મંત્રી મંડળમાં રહ્યા છતા કેબિનેટની બેઠકથી દૂર રહેતા હતા અને વારંવાર સરકારની ટીકાઓ કર્યા કરતા હતા અને એટલા માટે જ પાર્ટીનો એક વર્ગ જેમાં મુખ્યમંત્રી રઘુબર દાસ જેમના ચહેરા પર વોટ માંગવામાં આવી રહ્યો છે તેમની જગ્યાએ કોઈ અન્યને ટીકિટ આપવાના પક્ષમાં છે.

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી પહેલી યાદીમાં મોટાભાગે બીજી પાર્ટીમાં આવેલા નેતાઓની ટીકિટ કન્ફર્મ કરવામાં આવી છે જેમાં કોંગ્રેસમાંથી આવેલા મનોજ યાદવ, ઝારખંડ મુક્તિ મોર્ચાથી દિનેશ સારંગી, રાજદના પૂર્વ ધારાસભ્ય જનાર્દન પાસવાન જેવા લોકોનો સમાવેશ થાય છે તો ભાજપે વિધાનસભામાં મુખ્ય સૈશેજ રાધાકૃષ્ણા કિશોરની છતપુરથી ટીકિટ કાપી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]