આજે ‘મિસાઈલ મેન’ નો જન્મદિનઃ તેમના જીવનની મહત્વપૂર્ણ વાતો…

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનો જન્મ આજના દિવસે (15 oct) થયો હતો અને તેમને લોકો ભારતના મિસાઈલ મેન તરીકે પણ જાણતા હતા. તેઓ ભારતના 11મા રાષ્ટ્રપતિ હતા અને તેમનો કાર્યકાળ 2002 થી 2007 સુધીનો હતો. એપીજે અબ્દુલ કલામ કે જેમને “ભારત રત્ન” (1997) માં મળ્યો હતો, લોકો તેમને પીપલ્સ પ્રેસિડેન્ટ પણ કહેતા હતા. ડો. કલામનું જીવન લોકો માટે પ્રેરણા છે. પૂર્વ રાષ્ટ્રપતિએ એપણ સાબિત કર્યું હતું કે વ્યક્તિ પોતાના કાર્યો અને જ્ઞાનથી મહાન બને છે, ન કે ગુણ અને ધનથી.

એપીજે અબ્દુલ કલામને બાળકો ખૂબ પસંદ હતા અને બાળકો સાથે તેમને સમય વિતાવવો પણ ખૂબ ગમતો હતો. જો કે, તેઓ પોતાના જીવનમાં કુંવારા રહ્યા હતા. બાળકોનો શોખ હતો, પરંતુ આ છતા પણ તેમનું કોઈ બાળક નહોતું.

એકવાર તેમની સમજે પત્રકારોને પણ અચંબિત કરી દીધા હતા. એકવાર કલામ રાષ્ટ્રપતિ ભવનમાં બાળકો સાથે મસ્તી કરી રહ્યા હતા. આ દરમિયાન મીડિયાના પત્રકારોની નજર ડો. કલામ પર ગઈ, તે સમય તેમના ચહેરા પર ખુશી અને સંતોષ હતો. તો આવામાં પત્રકારોએ પણ ડો. કલામને પૂછી લીધું કે તમારા પોતાના બાળકો કેમ નથી? ત્યારે ડો. એ.પી.જે અબ્દુલ કલામે જવાબ આપ્યો કે તમે તમામ લોકો ખોટા છો, હકીકતમાં મારા ત્રણ દિકરા છે. રિપોર્ટર્સ કલામના નિવેદનથી સ્તબ્ધ હતા. ડો. કલામે પત્રકારોને સામેથી પ્રશ્ન પૂછ્યો, કે શું તમે મારા ત્રણ દિકરાઓને નથી જાણતા? મારા આ ત્રણ દિકરાઓ “પૃથ્વી”, “અગ્નિ” અને “બ્રાહ્મોસ” (મિસાઈલ) છે.

પૂર્વ રાષ્ટ્રપતિએ 27 જુલાઈના રોજ અંતિમ શ્વાસ લીધા. ડો. કલામ શિલાંગની યાત્રા પર ભારતીય Indian Institute of Management માં લેક્ચર આપવા માટે ગયા હતા. તે સમયે ડો.કલામની તબિયત અચાનક લથડી પરંતુ તેઓ સભાગૃહમાં પહોંચી ગયા. પરંતુ જ્યારે તેઓ સ્ટેજ પર પોતાનું ભાષણ આપવા પહોંચ્યા ત્યારે આશરે 6.35 વાગ્યે ડો.કલામ અચાનક મંચ પર પડી ગયા. ત્યારબાદ ડો. કલામને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જો કે તેમને ત્યાંના ડોક્ટરો બચાવી ન શક્યા. ડોક્ટરોના અથાગ પ્રયત્નો છતા ભારતના “મિસાઈલ મેનને” બચાવી ન શકાયા. અંતે સાંજે તેમને 7.45 વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યા.