મોદી સરકારની નીતિઓ સામે આજે ટ્રેડ યૂનિયનોનું ભારત બંધનું એલાન

નવી દિલ્હીઃ આજે કેન્દ્રીય ટ્રેડ યૂનિયનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી એનડીએ સરકારની કથિત દમનકારી નીતિઓને લઈને બે દિવસ ભારત બંધની જાહેરાત કરી છે. આ બંધ 8 અને 9 જાન્યુઆરીના રોજ રહેશે. ખાસ વાત એ છે કે દેશભરના ખેડૂતો પણ આનુંં સમર્થન કરી રહ્યાં છે. તેઓ દેશના અલગઅલગ ભાગમાં થનારી હડતાળમાં વામપંથી એકમ તત્વાધાનમાં આનું સમર્થન કરશે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર સાર્વજનિક, અસંગઠિત, બેંકિંગ અને વીમા ક્ષેત્રના કર્મચારી, અને પોર્ટના મજૂર દેશ વ્યાપી હડતાળ કરશે. તે આ બંધ દરમિયાન કેન્દ્રીય ટ્રેડ યૂનિયન્સ અને અન્ય 8 સંગઠનોના નેતૃત્વમાં દેશના આર્થિક સંકટ, વધી રહેલી મોંઘવારી અને બેરોજગારી મુદ્દે પોતાનો વિરોધ વ્યક્ત કરશે.

તો અખિલ ભારતીય ખેડૂત મહાસભાના સચિવ હન્નન મુલ્લાહે જણાવ્યું કે એઆઈકેસ અને ભૂમિ અધિકાર આંદોલને 8 અને 9 જાન્યુઆરીના રોજ ક્રમશઃ ગ્રામીણ હડતાળ અને રેલ રોકો, રોડ રોકોનું આહ્વાન કર્યું છે જ્યારે ટ્રેડ યુનિયન્સે આ દરમિયાન રાષ્ટ્રવ્યાપી બંધ બોલાવ્યું છે. આ પગલું મોદી સરકારની વિફળતાને લઈને ઉઠાવવામાં આવ્યું છે કારણ કે ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન કરવામાં મોદી સરકાર નિષ્ફળ ગઈ છે. એ જ કારણ છે કે ખેડુતો પણ આ બંધનું સમર્થન કરશે.

10 ટ્રેડ યુનિયનોએ સંયુક્ત રુપે આ રાષ્ટ્રવ્યાપી બંધની જાહેરાત કરી છે જેમાં આઈએનટીયૂસી, એઆઈટીયૂસી, એચએમએસ, સીઆઈટીયૂ, એઆઈયૂટીયૂસી, એઆઈસીસીટીયૂ, યૂટીયૂસી, ટૂયૂસીસી, એલપીએફ અને એઈવીએનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે આ તમામ યૂનિયન્સને લગભગ તમામ કેન્દ્રીય કર્મચારિઓ, રાજ્ય કર્મચારીઓ, બેંક વીમાકર્મિઓ, ટેલીકોમ કર્મચારિઓ અમે અન્ય કર્મચારીઓના સ્વતંત્ર મહાસંઘોનું સમર્થન મળ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]