અયોધ્યા ચૂકાદા પહેલા સુરક્ષા વ્યવસ્થા જડબેસલાકઃ એજન્સીઓ એલર્ટ

લખનઉઃ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ પર ચૂકાદાની ઘડી જેમજેમ નજીક આવી રહી છે, તેમ ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરતી એજન્સીઓને પૂરી રીતે એલર્ટ કરીને તૈનાત કરાઈ રહી છે. પોલીસ વાહનોને રીપેર કરાઈ રહ્યાં છે. હથિયારશાળાઓની ફરીથી મુલાકાત લઈને સુનિશ્ચિત કરાઇ રહ્યું છે કે હથિયાર છેલ્લી ઘડીએ દગો ન કરે અને લાઉડ સ્પીકરનું પણ પરીક્ષણ થઈ રહ્યું છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે અમારા માટે એ જરૂરી છે કે વાહન અને લાઉડસ્પીકર સંવેદનશીલ વિસ્તારોમાં હોય. જેના અફવાઓ ફેલાતી રોકી શકાય અને ભીડ પર કાબૂ પણ મેળવી શકાય. અફવાઓ અને અનિયંત્રિત ભીડ સ્થિતિને ભયાનક બનાવી શકે છે, કેમ કે તેમાં લોકોની ભાવનાઓ જોડાયેલી હોય છે.

પોલીસ હેડકવાર્ટરે સાંપ્રદાયિક રૂપથી સંવેદનશીલ 34 જિલ્લાના સુપ્રિટેડેન્ટ ઓફ પોલીસ(એસપી)ને નિર્દેશ જાહેર કરી દીધાં છે. આ જિલ્લામાં મેરઠ, આગ્રા, અલીગઢ, રામપુર, બરેલી, ફિરોઝાબાદ, કાનપુર, લખનઉ, શાહજહાંપુર, શામલી, મુઝફ્ફરનગર, બુલંદશહેર અને આઝમગઢનો સમાવેશ થાય છે.

પોલીસ તંત્રએ લાઉડ સ્પીકર જેવી સીસ્ટમની મહત્વતા પર ભારે આપ્યો હતો, અને પૂર્વ ડીજીપીએ યાદ કરીને કહ્યું હતું કે જ્યારે બાબરી મસ્જિદ તૂટી હતી, તેના બે દિવસ પછી એક સહયોગીએ મને સૂચના આપી હતી કે મેરઠમાં મારી હત્યા થયાની અફવા ફરી રહી છે, જેનાથી ભારે તંગદિલી ફેલાઈ રહી છે. ત્યારે હું મેરઠનો એસએસપી હતો. ત્યારે મે લાઉડ સ્પીકરના માધ્યમથી અફવાનું ખંડન કર્યું હતું. આજે વ્હોટસઅપ અને એસએમએસ જેવા સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ખૂબ જ ઝડપી ફેલાય છે.

સપ્ટેમ્બર 2010માં અલાહાબાદ હાઈકોર્ટમાં અયોધ્યા પર ચૂકાદો આવ્યો ત્યારે તે સમયે તેઓ સહાયક ડીજીપી હતાં અને તેમણે તમામ જિલ્લામાં યોગ્ય સ્થાનો પર લાઉડસ્પીકરની સીસ્ટમ ગોઠવી હતી. હાલમાં પોલીસ વિભાગ પોતાના વાહનોનું રીપેરીંગ કરાવી રહ્યો છે, અને સર્વિસ પણ કરાવવામાં આવી રહી છે. જેથી ઈમરજન્સીમાં કોઈ મુશ્કેલી ઉભી ન થાય. અફવાઓ અને ખોટી જાણકારી લોકો સુધી ફેલાય નહીં તે માટે સોશિયલ મીડિયા પર વ્યાપક નજર રાખવી પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]