સુપ્રીમ સમક્ષ રામલલ્લાના વકીલનો દાવો, વિવાદીત સ્થળ પર વિશાળ મંદિર હોવાના પુરાવા

નવી દિલ્હી- અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ મામલે સાતમાં દિવસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી. રામલ્લાના વકીલ સીએસ વૈદ્યનાથને કોર્ટમાં નકશો અને રિપોર્ટ રજૂ કરતાં જણાવ્યું કે, જન્મભૂમિ પર કરવામાં આવેલા ખોદકામ દરમિયાન શિવ તાંડવ, હનુમાનજી અને દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી છે. તે ઉપરાંત પાકા નિર્માણમાં જ્યાં ત્રણ ગુંબજ હતાં ત્યાં બાળ સ્વરૂપમાં ભગવાન રામની મૂર્તિ હતી.

વૈદ્યનાથને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ની ખાદકામના રિપોર્ટને આધારે દાવો કર્યો કે, જેવી રીતે વિશાળ ઈમારત અહીં નીચે હોવાના પુરાવા મળ્યા છે તે દર્શાવે છે કે, અહીં એક વિશાળ મંદિર હતું, જે સામાન્ય લોકોના દર્શન માટે હતું.

સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે વૈદ્યનાથને કહ્યું કે, તમે સાબિત કરો કે, મંદિર અથવા બાબરી મસ્જિદ કોઈ પણ ધાર્મિક ઈમારતની ઉપર બનેલા છે? વકીલ તરફથી કહેવામાં આવ્યું કે, વિવાદિત સ્થળનું ખોદકામમાંથી મળેલા પુરાતાત્વિક અવશેષો પરથી સ્પષ્ટ થાય છે કે, આ જ સ્થળ પર મંદિર હતું.

રામલ્લાના વકીલે આ દરમિયાન ASI રિપોર્ટની આલ્બમ તસવીર દર્શાવી હતી. તેમણે કહ્યું કે, મસ્જિદમાં માનવીય અથવા જીવ-જંતુઓની મૂર્તિઓ ન હોઈ શકે અને જો ત્યાં મૂર્તિઓ છે તો એ મસ્જિદ ન હોઈ શકે. તેમણે કહ્યું કે, ઈસ્લામમાં નમાઝ-પ્રાર્થના તો ક્યાંય પણ થઈ શકે છે. મસ્જિદોતો સામૂહિક સાપ્તાહિક અને દૈનિક પ્રાર્થનાઓ માટે જ હોય છે.

આ વિશે સુન્ની વક્ફ બોર્ડના વકીલ રાજીવ ધવને વિરોધ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, નમાઝ અદા કરવાની વાત ખોટી છે, ઈસ્લામની વ્યાખ્યામાં તે સાચુ નથી. તે વિશે રામલ્લાના વકીલ વૈદ્યનાથે કહ્યું કે, ગલીઓ અને રસ્તાઓ ઉપર પણ નમાઝ અદા કરવામાં આવે જ છે.

રામલ્લાના વકીલે કહ્યું કે, એપ્રિલ 1950માં વિવાદિત વિસ્તારનું નિરક્ષણ કરવામાં આવ્યું ત્યારે પાક્કા પુરાવા મળ્યા હતાં. તેમાં નક્શા, મૂર્તિ, રસ્તા અને ઈમારત સામેલ છે. પરિક્રમા માર્ગ પર પાક્કા અને કાચા રસ્તા બન્યા હતા. આજુ બાજુ સાધુઓની કુટિર પણ હતી. આ સિવાય તેમણે કહ્યું હતું કે, સુમિત્રા ભવનમાં શેષનાગની મૂર્તિ પણ મળી હતી. પુરાતત્વ વિભાગના જાન્યુઆરી 1990ના તપાસ રિપોર્ટમાં પણ ઘણી તસ્વીરો પુરાવા બરાબર છે. 11 રંગીન તસવીરો તે રિપોર્ટના આલ્બમમાં છે જેને સ્તંત્રોના નક્શીનું ડિટેલ ચિત્રણ અને વર્ણન કર્યું છે.રામલ્લાના વકીલે ગ્રંથોનો રેફરન્સ આપ્યો હતો

નોંધનીય છે કે, રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલે સુનાવણી સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી 5 સભ્યોની બંધારણીય બેન્ચ કરી રહી છે. આ મામલે સોમવારે પણ સુનાવણી ચાલુ રહેશે. રામલ્લા વિરાજમાન તરફથી સીએસ વૈદ્યનાથને કહ્યું કે, સોમવારે તે એએસઆઈના રિપોર્ટ પર દલીલ કર્યા બાદ સાક્ષીઓના નિવેદનો પર પક્ષ રાખશે.