અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમે મધ્યસ્થતા પેનલને 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદના સમાધાન માટે મધ્યસ્થતા પેનલને 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે 8 માર્ચના પોતાના નિર્ણયમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમી વિવાદને પતાવવા માટે ત્રણ મધ્યસ્થોને નિયુક્ત કર્યા હતા. આ સમિતિમાં સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જસ્ટિસ એફએમ કલીફુલ્લા સીવાય આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પાચૂ પણ શામિલ છે. સુપ્રીમ કોર્ટમાં પેનલે મધ્યસ્થતા માટે વધારે સમયની માંગ કરી હતી. કોર્ટે પેનલની માંગ સ્વીકારી લીધી અને તેમને આશરે ત્રણ મહિનાનો સમય આપ્યો છે. જો કે કેટલાક હિંદૂ પક્ષકારોએ મધ્યસ્થતાની પ્રક્રિયા પર આપત્તિ પણ વ્યક્ત કરી હતી, જ્યારે મુસ્લિમ પક્ષકાર આના સમર્થનમાં હતા.

સીજેઆઈ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ નજીરની પીઠે આ મામલે સુનાવણી કરતા કહ્યું કે તે પેનલને વધારે સમય આપવાનો નિર્ણય કરે છે. કોર્ટે આ પહેલા મધ્યસ્થતા દ્વારા મામલાને સુલઝાવવાની પહેલ કરી હતી. આ પહેલા પેનલે સીલબંધ કવરમાં પોતાનો રિપોર્ટ સુપ્રિમ કોર્ટને સોંપ્યો હતો.

સુનાવણી દરમિયાન સીજેઆઈ ગોગોઈએ કહ્યું કે, અમને મધ્યસ્થતા કમિટીનો રિપોર્ટ મળ્યો છે અને અમે આને વાંચ્યો પણ છે. અત્યારે સમજુતીની પ્રક્રિયા ચાલુ છે. અમે રિટાયર્ડ જસ્ટિસ કલીફુલ્લાના રિપોર્ટ પર વિચાર કરી રહ્યા છીએ. રિપોર્ટ સકારાત્મક વિકાસની પ્રક્રિયા મામલે જણાવવામાં આવ્યું છે.

મધ્યસ્થતા પેનલ દ્વારા વધારે સમય માંગવાનો વિરોધ કરી રહેલા પક્ષોના તર્કને ફગાવતા કોર્ટે કહ્યું કે, જો મધ્યસ્થ પરિણામ પ્રત્યે આશાવાદી છે અને 15 ઓગષ્ટ સુધીનો સમય માંગે છે, તો આને સ્વીકાર કરવામાં તકલીફ શું છે? આ મામલો તો વર્ષોથી પેન્ડિંગ છે.

મધ્યસ્થતાના પ્રયાસોની જાણકારીનો ખુલાસો કરવાની સંબંધિત પક્ષોના વકીલોની માંગનો અસ્વીકાર કરતા કહ્યું કે, અમે આ દિશામાં થયોલી પ્રગતિ મામલે આપને જાણકારી નહી આપીએ. આ ગોપનીય છે. કોર્ટે સંબંધિત પક્ષોને પેનલ સામે આપત્તિ વ્યક્ત કરવા માટે 30 જૂન સુધીનો સમય પણ આપ્યો છે.

હિન્દૂ પક્ષકારોએ મધ્યસ્થતાની પ્રક્રિયા પર આપત્તિ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે પક્ષકારો વચ્ચે કોઈ કો ઓર્ડિનેશન નથી. મુસ્લિમ પક્ષકારો દ્વારા રાજીવ ધવને કહ્યું કે અમે મધ્યસ્થતાની પ્રક્રિયાનું પૂર્ણ રીતે સમર્થન કરીએ છીએ.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાનની મધ્યસ્થતા પેનલના ચીફ રિટાયર્ડ જજ જસ્ટિસ એફએમ કલીફુલ્લાએ આ મામલે વધારે સમયની માંગ કરી છે. પેનલ મામલે સમાધાન માટે 15 ઓગષ્ય સુધીના સમયની માંગ કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]