અયોધ્યા મામલે હવે એક નવી રિવ્યૂ પિટીશન દાખલ કરાશે….

નવી દિલ્હી: અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ આજે પુર્નવિચારની અરજી દાખલ કરવામાં આવશે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની તરફથી મિસબાહુદ્દીન, મૌલાના હસબુલ્લા, હાજી મહેબૂબ અને રિઝવાન અહમદ દ્વારા પુનર્વિચાર અરજી દાખલ કરાશે. આ તમામ અરજીઓના વકીલ રાજીવ ધવન જ હશે. તો, બીજી તરફ ભારતીય પીસ પાર્ટી તરફથી પણ રિવ્યૂ પિટીશન દાખલ કરવામાં આવી છે.

મહત્વનું છે કે નવેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં ચૂકાદો આપ્યો હતો કે, વિવાદિત જમીન રામલલાને આપાવમાં આવે અને મુસ્લિમોને અન્ય જગ્યાએ 5 એકર જમીન આપવામાં આવે. પરંતુ આ નિર્ણયની વિરુદ્ધમાં સુન્ની વક્ફ બોર્ડે પુનર્વિચારની અરજી દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે જમીયત ઉલેમા હિન્દએ આ કેસ સાથે જોડાયેલા એક પક્ષની સાથે મળીને અરજી દાખલ કરી છે.

ભારતીય પીસ પાર્ટીના 5 સવાલો

  • સુપ્રીમ કોર્ટનો નિર્ણય સંપૂર્ણ રીતે ASI રિપોર્ટ પર આધારિત છે, નહીં કે તથ્યો પર.
  • 1949 સુધી હક્ક હંમેશા મુસ્લિમો પાસે હતો અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 110નું પાલન કરવામાં આવ્યું નથી. હિન્દુ પક્ષકારો દ્વારા ખોટું બોલવામાં આવ્યું.
  • કેન્દ્રીય ગુંબજની નીચે મસ્જિદમાં 1949 સુધી નમાજ પઢવામાં આવતી હતી અને 1949 પહેલાં ત્યાં કોઈ મૂર્તિ ન હતી. 1949 પહેલાં કોઈ પણ હિન્દુ પ્રાર્થના કરતા ન હતા.
  • ASI દ્વારા કોઈ પૂરાવા આપવામાં આવ્યા નથી કે ત્યાં મંદિર હતું જે રામને સમર્પિત હતું.
  • 1885માં જ્યાં રામ ચબૂતરા રામ મંદિર હતું જે બાબરી મસ્જિદનું બાહ્ય આંગણુ છે. આમાં મુસ્લિમ પક્ષનો આંતરિક કોર્ટનો વિશેષ અધિકાર હતો પરંતુ તાજેતરના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તે સ્થાપિત કરવામાં નથી આવ્યું.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]