વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટની નીલામી પ્રક્રિયા શરુ, કેન્દ્રીય પ્રધાને લગાવી પ્રથમ બોલી…

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન પ્રહલાદ પટેલ વડાપ્રધાન મોદીને મળેલા ઉપહારોની શનિવારના રોજ શરુ થયેલી ઈ-નિલામીની પ્રક્રિયામાં સૌથી પહેલી બોલી લહગાવનારાઓમાં શામિલ રહ્યા. ખેડુત નેતા પટેલે લાકડામાંથી બનેલા બડદગાડા માટે બોલી લગાવી જેની કિંમત 1,000 રુપિયા હતી. તેમણે આને ખરીદવા માટે 2100 રુપિયાની રજૂઆત કરી. મંત્રી આ પ્રતિકૃતિને ઘરે લઈ જઈ શકશે કે નહી એ ત્રણ ઓક્ટોબરે જ ખ્યાલ આવશે જ્યારે ઈ-નિલામી પ્રક્રિયા સમાપ્ત થઈ જશે. લાકડામાંથ બનેલી આ પ્રતિકૃતિ મામલે માનવામાં આવી રહ્યું છે કે આને હરિયાણાના કલાકારોએ બનાવ્યું છે પરંતુ રવિવાર મોડી રાત સુધી રાષ્ટીરીય આધુનિક કલા સંગ્રહાલય એ ન જણાવી શક્યું કે આને વડાપ્રધાને કોણે ગિફ્ટ કર્યું હતું.