એશિયાઈ દંપતિએ દુબઈથી કરી હીરાની ચોરી, ભારત આવતાં જ…

મુંબઈ- દુબઈની દુકાનમાંથી ચીની કપલે 300,000 દિરહામના (લગભગ 81 હજાર ડોલર) હીરા ચોર્યા અને બાદમાં સંયુક્ત અમીરાત ભાગી ગયા. આ કપલની માત્ર 20 કલાકની અંદર જ ભારતીય એયરપોર્ટ પરથી ધરપરડ કરવામાં આવી છે. આ મુદ્દે એક અધિકારીએ જણાવ્યું કે સંયુક્ત અરબ અમીરાતથી ચોરી કર્યા બાદ 3.27 કેરટનો હીરો ભારતમાં આ મહિલાના પેટમાંથી મળી આવ્યો.અધિકારીના જણાવ્યા અનુસાર ચાલીસીના વયજૂથના આ યુગલ દુબઈના દીરા સ્થિત એક જ્વેલરી શોપમાંથી હીરો ચોરીને તરત દેશ છોડીને નાસી ગયું હતું. આ યુગલ મુંબઈ થઈને હોન્ગકોન્ગ જવાનો પ્રયાસકરી રહ્યું હતું ત્યારે બંનેને પકડી પાડવામાં આવ્યા હતા.

ઈન્ટરપોલ અને ભારતીય પોલીસના સહયોગથી ફરી યુએઈ લવાયા હતા અને સ્ટોરમાં લાગેલા સીસીટીવી ફૂટેજ  તપાસવામાં આવ્યા હતા, જેમાં આ યુગલ જ્વેલરી શોપમાં પ્રવેશતું જોવા મળે છે. ફૂટેજમાં પુરુષ સ્ટાફને રત્નો વિશે પૂછપરછ કરીને તેને વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. જ્યારે મહિલા સફેદ રંગનો હીરો ચોરતી દેખાય છે.

હીરો ચોરીને તેણે પોતાના જેકેટમાં રાખી લીધો હતો અને પુરુષ સાથે દુકાનમાંથી નીકળી ગઈ હતી. સીઆઈડીએ જણાવ્યા મુજબ યુગલે ગુનો કબૂલ્યો છે. અહેવાલ અનુસાર એક્સ ર સ્કેનમાં મહિલાના પેટમાં હીરો દેખાયો છે, જેને મેળવવા માટે એક ડોક્ટરને બોલાવાયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]