વાયુસેનાએ પોતાના નિશાનેબાજ સાર્જન્ટ શૂટરોને ડ્યૂટી પર પરત બોલાવ્યાં

નવી દિલ્હીઃ વિશ્વકપમાં ભાગ લેનારા ભારતી નિશાનેબાજ રવિકુમાર અને દીપકકુમારે બુધવારે કહ્યું કે તેમના નિયોક્તા ભારતીય વાયુસેનાએ તેમને કામ પર પાછા આવવા માટે કહ્યું. જે એક નિયમિત પ્રક્રિયા છે પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યનામા રાખતા તેઓ પ્રોટોકોલ અંતર્ગત આ પ્રકારના નિર્દોશોની અપેક્ષા રાખે છે.

પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ આતંકી હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ નિયંત્રણ રેખા પાર આતંકી ઠેકાણાઓ પર બોમ્બ વરસાવ્યા બાદ ભારતના પ્રમુખ શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. આઈએસએસએફ વિશ્વ કપના કાંસ્ય પદક વિજેતા રવિએ મીડિયાને જણાવ્યું કે વાયુસેના ખેલ નિયંત્રણ બોર્ડના સચિવે અમારી સાથે વાત કરી.

આ પ્રત્યેક ટૂર્નામેન્ટ બાદ સામાન્ય પ્રક્રિયા છે અને અમને નિર્દેશ આપવામાં આવશે. અમે વર્તમાન સ્થિતિમાં પ્રોટોકોલનું અનુસરણ કરીશું. વાયુસેનામાં જૂનિયર વોરંટ અધિકારી રવિએ કહ્યું કે હું જરુરત પડવા પર સીમા પાર જવા માટે તૈયાર છું. અભ્યાસ અને રમત બાદમાં આવે છે.

આપણે હંમેશા પોતાના દેશની સેવા માટે તત્પર રહેવું જરુરી છે. દીપક સાર્જન્ટ છે. આ બંને નિશાનેબાજ દસ મીટર એર રાઈફલ મિશ્રિત ટીમના ફાઈનલ્સમાં જગ્યા નહીં બનાવી શકવાના કારણે કર્ણી સિંહ શૂટિંગ રેંજ છોડીને ચાલ્યાં ગયા. દીપકે કહ્યું કે અમને બોલાવવામાં આવ્યા છે પરંતુ પ્રત્યેક ટૂર્નામેન્ટ સમાપ્ત થયા બાદ આ સામાન્ય પ્રક્રિયા છે. જોઈએ છીએ કે તેઓ અમારી સાથે શું વાત કરે છે. અમે નિર્દેશોનું પાલન કરીશું.