પ્રદૂષણ રોકવા દિલ્હીમાં ઈમરજન્સી પ્લાન લાગૂ, NCRમાં CPCBની ટીમ તહેનાત

0
1340

નવી દિલ્હી- રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવાના પ્રદૂષણને પહોંચી વળવા ઈમરજન્સી એક્શન પ્લાન લાગૂ કરવામાં આવી રહ્યો છે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે (CPCB) જણાવ્યું છે કે, દિલ્હીમાં વાયુ પ્રદૂષણ રોકવા આજથી ઈમરજન્સી પ્લાન લાગૂ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, રાજધાની દિલ્હી અને NCRમાં હવાની ગુણવત્તા ઘણી ખરાબ થવાના સંકેત મળ્યા બાદ પ્રદૂષણ પર રોક લગાવવા અનેક પગલા લેવાની યોજના છે. ઈમરજન્સી પ્લાન અટલેકે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) અંતર્ગત શહેરમાં વાયુ ગુણવત્તાના આધારે કડક પગલા લેવામાં આવશે.

મળતી માહિતી મુજબ એર ક્વોલિટી ખરાબ થવા પર કચરો ફેંકવાની જગ્યા ઉપર કચરો સળગાવવાની મનાઈ કરવામાં આવશે. ઈંટ, ભઠ્ઠી અને ઉદ્યોગોમાં પ્રદૂષણ નિયંત્રણના બધા જ નિયમો લાગૂ કરવામાં આવશે.

હવાની ગુણવત્તા વધુ ખરાબ થવા પર ડીઝલથી ચાલનારા જનરેટર મશીનના ઉપયોગ પર રોક લગાવવામાં આવશે. ઉપરાંત એવા રસ્તાઓ કે જ્યાં વધુ ધૂળ ઉડતી હોય ત્યાં પાણીનો છંટકાવ કરવામાં આવશે.