‘છ વર્ષ સુધી મારું જાતીય શોષણ કરાયું’: એર ઈન્ડિયાની એર હોસ્ટેસનો આરોપ

નવી દિલ્હી – એર ઈન્ડિયાની એક એર હોસ્ટેસે તેનું જાતીય શોષણ કરાયું હોવાનો આરોપ મૂક્યો છે અને કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ આ કેસમાં તત્કાળ તપાસ યોજવાનો સિનિયર મેનેજમેન્ટને આદેશ આપ્યો છે.

એક એરહોસ્ટેસે તેની સાથે કરાયેલા દુર્વ્યવહારની ટ્વિટર પર ફરિયાદ કરી છે. એણે એમ પણ કહ્યું છે કે તેનાં કેસમાં એક આંતરિક સમિતિએ બરાબર રીતે તપાસ કરી નથી.

એરહોસ્ટેસે છ વર્ષ સુધી પોતાનું જાતીય શોષણ કર્યું હોવાનો કંપનીના એક સિનિયર એક્ઝિક્યૂટિવ પર આરોપ મૂક્યો છે અને એરલાઈન પર એવો આરોપ મૂક્યો છે કે પોતાની ફરિયાદ પર એણે કોઈ પગલાં લીધાં નથી.

તે મહિલાએ સુરેશ પ્રભુને પત્ર પણ લખ્યો છે અને એમાં સિનિયર એક્ઝિક્યૂટિવે પોતાની સાથે છ વર્ષ સુધી કરેલી જાતીય સતામણી, અત્યાચાર તથા ભેદભાવપૂર્વ વર્તાવ વિશે ફરિયાદ કરી છે.

આ એરહોસ્ટેસે એવો દાવો પણ કર્યો છે કે આવી જ ગેરવર્તણૂક એની બીજી ઘણી સહકર્મચારીઓ સાથે પણ કરવામાં આવી હતી.

આ મહિલાએ વધુમાં લખ્યું છે કે એણે 2017ના સપ્ટેંબરમાં એર ઈન્ડિયામાં ફરિયાદ નોંધાવી હતી, પણ કંપનીના મહિલાઓનાં વિભાગે કોઈ પગલું ભર્યું નથી અને બધું ભીનું સંકેલી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]