પાકિસ્તાનમાં પરફોર્મન્સ કરીને મુશ્કેલીમાં મુકાયો મીકા સિંહ, AICWAએ મુક્યો પ્રતિબંધ

નવી દિલ્હી-  બૉલીવુડ સ્ટાર સિંગર મીકા સિંહ થોડા દિવસો પહેલા પાકિસ્તાનના કરાંચીમાં જનરલ પરવેઝ મુશર્રફના સંબંધીઓના લગ્નમાં પરફોર્મ કરવા ગયો હતો, ત્યારબાદ મીકાને સોશિયલ મીડિયામાં ટ્રોલ થયો હતો. મીકા સિંહ પાકિસ્તાનમાં તેના શોને લઈને ફરી મુસીબતમાં ફસાઈ ગયો છે. ભારતમાં મીકા સિંહ પર (AICWA) સીને વર્ક્સમમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

મીડિયા એજન્સી એએનઆઈ મુજબ AICWA એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સિંગર મીકા સિંહે કરાચીમાં 8 ઓગસ્ટે કરેલા શોને કારણે તેમના પર પ્રતિબંધ મુક્યો છે. આ ઈવેન્ટ જનરલ મુશર્રફના સંબંધીઓને ત્યાં હતાં.

AICWA ના પ્રેસિડેન્ટ સુરેશ શ્યામલાલ ગુપ્તાએ આપેલા એક નિવેદનમાં કહ્યું છે કે, AICWA એ વાતનું ધ્યાન રાખશે કે, મીકા સિંહ સાથે ભારતમાં કોઈ કામ ન કરે અને જો કોઈ તેની સાથે કામ કરશે તો તેના પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે બંન્ને દેશો વચ્ચે તણાવભરી સ્થિતિ ચાલી રહી છે તેવા સમયે મીકા સિંહે દેશના સમ્માનથી વધુ પૈસાને મહત્વ આપ્યું.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કશ્મીરમાં 370 હટાવ્યા બાદ પાકિસ્તાને ભારતીય માલ સામાન ઉપરાંત ફિલ્મો પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. એકબાજુ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે ત્યારે ત્યારે સિંગર મીકા સિંહ પાકિસ્તાનમાં પરફોર્મ કરી રહ્યો હતો. મીકા સિંહના શો દરમિયાન એક વિડિયો પણ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે. જેને પાકિસ્તાની પત્રકારે શેર કર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]