અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ, ચીન અને પાકિસ્તાન ભારતની રેન્જમાં

નવી દિલ્હી- ભારતમાં વિકસિત અને 6 હજાર કિલોમીટરથી વધારેની રેન્જ ધરાવતા અગ્નિ-5 મિસાઈલનું ઓડિશાના વ્હીલર દ્વીપ પરથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. અગ્નિ-5 બેલેસ્ટીક મિસાઈલ પોતાની સાથે પરમાણુ હથિયાર લઈ જવા પણ સક્ષમ છે. અગ્નિ-5 એન્ટી બેલિસ્ટિક મિસાઈલ સિસ્ટમ સામે કાર્યવાહી પણ કરી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે, પરમાણુ ક્ષમતા ધરાવતા આ આ મિસાઇલની રેન્જમાં ચીન અને પાકિસ્તાનનો સમાવેશ થઈ જાય છે.અગ્નિ-5 એ અગ્નિ સીરીઝની મિસાઈલ છે. જેને DRDO દ્વારા વિકસિત કરવામાં આવી છે. આ પહેલા DRDO દ્વારા પૃથ્વી અને ધનુષ જેવી મધ્યમ રેન્જની મિલાઈલ બનાવવા ઉપરાંત ભારતમાં અગ્નિ-1, અગ્નિ-2 અને અગ્નિ-3 મિસાઈલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ઉપરોક્ત મિસાઈલ પાકિસ્તાનને ધ્યનમાં રાખીને બનાવવામાં આવી છે. જ્યારે અગ્નિ-4 અને અગ્નિ-5નું નિર્માણ ચીનને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.

અગ્નિ-5 મિસાઈલની ઉંચાઈ 17 મીટર અને વ્યાસ 2 મીટરનો છે.તેનું વજન 50 ટન છે. અને આ મિસાઈલ 1.5 ટન સુધી પરમાણુ હથિયાર તેની સાથે લઈ જવા સક્ષમ છે. અગ્નિ-5 મિસાઈલની સ્પીડ અવાજ કરતાં 24 ગણી વધારે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]