સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ પણ પવાર મૌનઃ સરકાર બનાવવા અંગે કંઈજ ન કહ્યું

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રની રાજનીતિ પર સસ્પેન્સ હજી યથાવત છે. એનસીપી અધ્યક્ષ શરદ પવાર સોમવારના રોજ દિલ્હીમાં સોનિયા ગાંધીને મળ્યા હતા. શિવસેના સાથે મળીને સરકાર બનાવવાના પ્રશ્ન પર શરદ પવારે મૌન સેવ્યું. પવારે એપણ કહ્યું કે અમે હજી બધા સાથે છીએ. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોના 25 દિવસ બાદ પણ રાજ્યમાં જ્યાં કોઈ સરકાર નથી બની શકી તો બીજી તરફ આશાઓ છે કે સોમવારે સાંજે એનસીપી સુપ્રીમો શરદ પવાર અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી વચ્ચે થયેલી મુલાકાત બાદ સ્થિતી સ્પષ્ટ થશે. પરંતુ સોનિયા ગાંધી સાથે બેઠક બાદ પણ શિવસેનાને સમર્થન આપવાના મુદ્દે કંઈપણ સ્પષ્ટ કર્યું નહી.

બેઠક પહેલા રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ સદનમાં એનસીપીના વખાણ કર્યા ત્યારબાદ એનસીપી અને બીજેપી એકબીજાની નજીક હોય તેવી ચર્ચાઓ થવા લાગી. પત્રકારો સાથે વાત કરતા સમયે શરદ પવારે બધાને ત્યારે સ્તબ્ધ કરી દીધા કે જ્યારે તેમણે કહ્યું કે, શિવસેના સાથે કોમન મિનિમમ પ્રોગ્રામને લઈને કોઈ બેઠક થઈ શકી નથી.

ભાજપા સાથે 50-50 ફોર્મ્યુલા પર વાત ન બની શક્યા બાદ શિવસેના એનડીએથી બહાર પણ આવી ગઈ અને સંસદમાં સોમવારે તેણે વિપક્ષ જેવો રુઆબ પણ બતાવ્યો. શિવસેના હજી પૂર્ણ ભરોસામાં છે કે તેઓ એનસીપી કોંગ્રેસની મદદથી સરકાર બનાવવા જઈ રહી છે. શિવસેના સાથે જવું કે ન જવું તે અંગે કોંગ્રેસમાં હજી વિચાર ચાલી રહ્યો છે અને કોંગ્રેસનો એક પક્ષ આનાથી થનારા નુકસાનની વાત કરી રહ્યો છે તો બીજીબાજુ એક પક્ષ આને ભાજપને સત્તાથી બહાર રાખવા માટે આને જોડી બતાવી રહ્યો છે આ વચ્ચે કોંગ્રેસના મીડિયા ઈન્ચાર્જ રણદીપ સુરજેવાલાએ એક પોલિટિકલી કરેક્ટ ટ્વીટ કર્યું જેમાં તેમણે કહ્યું શરદ પવારે સોનિયા ગાંધી સાથે વાત કરીને મહારાષ્ટ્રની વર્તમાન રાજનૈતિક સ્થિતીની જાણકારી આપી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]