અયોધ્યા પત્યુંઃ હવે જસ્ટિસ ગોગોઇ આ મામલે પણ ચુકાદો આપશે

નવી દિલ્હી: અયોધ્યા મામલે પુરાવાને આધારે આદર્શ ચૂકાદો સંભળાવ્યા પછી હવે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અન્ય ચાર મોટા મામલાઓમાં ચૂકાદો સંભળાવશે. જોકે, અત્યાર સુધી અયોધ્યા મામલાને જ સૌથી મોટો માનવામાં આવતો હતો પણ આ હવે ચૂકાદો આવી ગયા પછી અન્ય મામલાઓ પર ચૂકાદાની રાહ જોવાઈ રહી છે. આગામી સપ્તાહે આ બાકી ચાર કેસમાં પણ અંતિમ ચૂકાદાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ જ મહિને 17 નવેમ્બરે ભારતના મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ નિવૃત થવા જઈ રહ્યા છે, આ પહેલા તે હવે બાકી રહેલા દિવસોમાં આ 4 મામલે ચૂકાદો આપવાનો છે. હવે તેની નિવૃતિ આડે માત્ર 4 દિવસ બાકી છે. આ દરમ્યાન તેમણે ઐતિહાસિક ચૂકાદાઓ આપવાના છે. 11 અને 12 નવેમ્બરે કોર્ટ ફરીથી બંધ રહેશે. ત્યારબાદ તેમની પાસે 4 દિવસનો સમય છે. કારણ કે, 17 તારીખે તે નિવૃત થઈ રહ્યા છે એટલે એ દિવસે કોઈ નિર્ણય સંભળાવે તેવી કોઈ સંભાવના નથી. એ દિવસે માત્ર નિવૃતિની ઔપચારિકતાઓ પૂરી કરવામાં આવશે.

અયોધ્યા વિવાદ મામલા બાદ બાકી રહેલા અન્ય ચાર મોટા મામલાઓમાં રફાલ વિમાન ડીલ, સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ, રાહુલગાંધીનો ચોકીદાર ચોર હે, અને સીજેઆઈ ઓફિસને આરટીઆઈના કાયદા હેઠળ લાવવાનો મામલાનો સમાવેશ થાય છે.