મેઘાલયમાં AFSPA હટાવાયો, જ્યારે આ રાજ્યમાં આંશિક અમલ ચાલુ રહેશે

નવી દિલ્હી- કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સશસ્ત્ર દળોને વિશેષ અધિકાર આપનાર કાયદો અફસ્પાને મેઘાલયમાંથી હટાવી દેવામાં આવ્યો છે. જ્યારે અરૂણાચલ પ્રદેશમાં આ કાયદામાં ઢીલ મૂકવામાં આવી છે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં આ જાહેરાત કરી હતી. મેઘાલયના બધાં જ વિસ્તારોમાંથી 1 એપ્રિલથી અફસ્પા હટાવવામાં આવ્યો છે. આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશના પોલીસ સ્ટેશન વિસ્તારો પૈકી આ કાયદો આઠ પોલિસ સ્ટેશનમાં જ અમલમાં રહેશે.

આ નિવેદન સાથે જણાવવામાં આવ્યું હતું કે, સપ્ટેમ્બર 2017 સુધી મેઘાલયના 40 ટકા ભાગમાં અફસ્પા લાગુ હતો. જોકે, રાજ્ય સરકારની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી મેઘાલયના આ વિસ્તારોમાંથી સંપૂર્ણ પણે અફસ્પાને હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અરૂણાચલ પ્રદેશના ત્રણ જિલ્લાઓમાં લાગુ રખાયો છે આ કાયદો અરૂણાચલ પ્રદેશના ત્રણ પૂર્વીય જિલ્લા, તિરપ, લોગડિય અને ચાંગલાંગમાં આ વિશેષ સેના કાયદાને છ મહિના માટે વધારવામાં આવ્યો છે. આ જિલ્લા મ્યાનમારની સીમાને અડીને આવેલા છે. જ્યારે આસામને અડીને આવેલા આઠ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આ કાયદો હાલતમાં લાગુ રાખવામાં આવ્યો  છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]