બેંગલુરુમાં એરો ઈન્ડિયા-2019: અવકાશી કરતબમાં છવાઈ ગયું રફાલ વિમાન

બેંગલુરુ – અત્રેથી નજીક આવેલા યેલાહાન્કા હવાઈ દળ મથક ખાતે આજે ભારતીય હવાઈ દળ પ્રેરિત ‘એરો ઈન્ડિયા 2019’ની 12મી આવૃત્તિનો આરંભ કરવામાં આવ્યો છે.

પાંચ-દિવસ સુધી ચાલનારા આ શોના આજે પહેલા દિવસે આકાશમાં જોવા મળેલી યુદ્ધવિમાનો-હેલિકોપ્ટરોની દિલધડક કવાયતમાં ભારતીય હવાઈ દળના સારંગ હેલિકોપ્ટર, ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવેલા મલ્ટીરોલ ભજવી શકતા યુદ્ધવિમાન રફાલ, ભારતીય હવાઈ દળના SU-30 MKI વિમાન, ભારતીય હવાઈ દળના લાઈટ કોમ્બાટ વિમાન તેજસ, ભારતીય હવાઈ દળના વિમાન એમ્બ્રાર, ટ્રેનર એરક્રાફ્ટ HTT-40 નાં કરતબ જોવા મળ્યા હતા.

36 રફાલ વિમાનોની ખરીદી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે 2016માં ફ્રાન્સની દસોલ્ત કંપની સાથે સોદો કર્યો હતો. એમાંના 3 વિમાન ફ્રેન્ચ કંપનીએ એરો-શોમાં પ્રદર્શન માટે બેંગલુરુ મોકલ્યા છે.

તમામ વિમાનો છ મહિનામાં ભારતીય હવાઈ દળને સુપરત કરવામાં આવશે.

આ વિમાનોની ખરીદીનો વિવાદ થયો છે. વિપક્ષનો આરોપ છે કે આ વિમાનોની ખરીદી માટેના સોદામાં ભ્રષ્ટાચાર કરાયો છે. મોદી સરકારે અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ ડીફેન્સ કંપનીને ફાયદો થાય એ માટે ઉંચી કિંમતે ખરીદ્યા છે.

આ વિમાનોની સ્પીડ પ્રતિ કલાક 2,223 કિલોમીટરની છે. એની રેન્જ 3,700 કિ.મી. છે. એનો અંદાજિત ખર્ચ (વર્ષ 2013 અનુસાર) 62.7 અબજ ડોલર છે.

આ એરો શો જોવા માટે અનેક લોકો આવ્યા હતા. બધાય વિમાનોમાં રફાલ વિમાન છવાઈ ગયું હતું. એણે ભારતમાં આજે પહેલી જ વાર ઉડ્ડયન કર્યું હતું.
visit www.chitralekha.com

એર શો પ્રસંગે ભારતીય હવાઈ દળના વડા એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆ, ભારતીય નૌકા દળના વડા એડમિરલ સુનીલ લામ્બા અને ભારતીય લશ્કરના વડા જનરલ બિપીન રાવત પણ ઉપસ્થિત રહ્યા હતા.

સારંગ હેલિકોપ્ટરોમાં સવાર થયેલા જવાનોનો ટીમ પરફોર્મન્સ


સારંગ હેલિકોપ્ટરોનાં અવકાશી કરતબ


ભારતીય હવાઈ દળનું સુખોઈ SU-30 MKI


ભારતીય હવાઈ દળનું સુખોઈ SU-30 MKI


ભારતીય હવાઈ દળનું લાઈટ કોમ્બાટ વિમાન તેજસ


ભારતીય હવાઈ દળનું વિમાન એમ્બ્રાર તથા એની આજુબાજુ છે બે સુખોઈ વિમાન


ટ્રેનર વિમાન HTT-40
સારંગ હેલિકોપ્ટર


(ડાબેથી જમણે) એડમિરલ સુનીલ લામ્બા અને ભારતીય લશ્કરના વડા જનરલ બિપીન રાવત અને ભારતીય હવાઈ દળના વડા એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆ


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]