ચોરોએ ચોરી કરવા અપનાવ્યો નવો રસ્તો, જાણશો તો ચોંકી જશો

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં ચોરોએ ચોરી કરવાની નવી રીત શોધી કાઢી છે. હકીકતમાં બંદરોને માણસની નજીકના માનવામાં આવે છે કે જેઓ ઈશારાઓ સારી રીતે સમજી શકે છે. ત્યારે આવામાં ભેજાબાજ ચોરો હવે, બંદરોનો ઉપયોગ ચોરીની વારદાતો માટે કરી રહ્યા છે. ત્યારે આ જ પ્રકારનો એક વીડિયો સામે આવ્યો છે કાનપુરથી. ટોલ પ્લાઝા પર કારમાંથી એક બંદર આવે છે અને ટોલ પ્લાઝા બૂથની અંદર જાય છે અને 8 સેકન્ડમાં નોટોનું બંડલ લઈને ભાગી જાય છે. જ્યાં સુધી ટોલ પ્લાઝાનો કર્મચારી કંઈ સમજી શકે, ત્યાં સુધીમાં તો ચોરી થઈ ગઈ હોય છે.

આપને જણાવી દઈએ કે મામલો કાનપુર સ્થિત બારાજોડા ટોલ પ્લાઝાનો છે. આ ટોલ પ્લાઝા પર કાનપુર તરફથી એક કાર આવે છે અને ટોલ પ્લાઝા પર રોકાય છે. કારમાંથી એક બંદર બહાર આવે છે અને સીધો જ ટોલ પ્લાઝા કર્મચારીના કેબિનમાં દાખલ થાય છે. ટોલ પ્લાઝાનો કર્મચારી હજી તો કંઈ સમજી શકે તે પહેલા બંદર ડ્રોવરમાં મુકેલું નોટોનું બંડલ લઈને ફરાર થઈ જાય છે. જો કે કારમાં બેઠેલો ડ્રાઈવર બંદરને ધક્કો મારીને ભગાડી દે છે. બંદર ત્યારબાદ નોટોનું બંડલ લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે. જે નોટનું બંડલ લઈને બંદર ફરાર થઈ ગયો, તેમાં પાંચ હજાર રુપિયા હતા.

બંદરની આ કરતૂત ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે. ટોલ કર્મચારી જ્યારે કાર ચાલકને બંદર મામલે પૂછે છે, તો કાર ચાલક કહે છે કે મને નથી ખ્યાલ કે આ બંદર ક્યાંથી આવ્યો હતો. તો કાર ચાલક પોતે પુખરાયાનો રહેવાસી છે. આખરે ખૂબ રકઝક થયા બાદ કાર ચાલક ત્યાંથી રવાના થઈ જાય છે.

ટોલ પ્લાઝા સંચાલક મનોજ શર્માએ જણાવ્યું કે અમારા ટોલ પ્લાઝામાં આ પ્રકારની ઘટના ત્રીજીવાર ઘટી છે. ચોરોએ ચોરી કરવાની આ નવી રીત શોધી કાઢી છે, જેમાં બંદરોને ટ્રેનિંગ આપવામાં આવે છે, ત્યારબાદ તેમના દ્વારા ચોરીની ઘટનાઓને અંજામ આપવામાં આવે છે.