જમ્મૂ-કાશ્મીરમાં 8 આતંકીઓની ધરપકડ, ધમકીભર્યા પોસ્ટરોથી ફેલાવી રહ્યા હતા દહેશત…

નવી દિલ્હીઃ આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના 8 આતંકવાદીઓને દક્ષિણી કાશ્મીરના સોપોરમાં ધરપકડ કરી લેવામાં આવી. આ જાણકારી એવા સમયે સામે આવી છે કે જ્યારે બે દિવસ પહેલા આતંકીઓએ સોપોરમાં એક ફળોના વ્યાપારીના ઘરે હુમલો કર્યો હતો, જેમાં 2 વર્ષની બાળકી સહિત 4 લોકો ઘાયલ થયા હતા.

શનિવારના રોજ થયેલા આ આતંકી હુમલાનો ઉદ્દેશ્ય ક્ષેત્રના લોકોમાં ડર ફેલાવવો અને ઘાટીમાં શાંતિને નુકસાન પહોંચાડવાનો હતો. જે આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમના પર ધમકીભર્યા પોસ્ટર્સ બહાર પાડીને તેને ફેલાવવાનો આરોપ છે. આતંકીઓની ઓળખ એજાજ મીર, ઉમર મીર, તૌસીફ નજર, ઈમ્તિયાઝ નજર, ઉમર અકબર, ફૈઝાન લતીફ, દાનિશ હબીબ અને શૌકત અહમદ મીરના રુપમાં થઈ છે.

પોલીસને કમ્પ્યુટર અને બાકી વસ્તુઓ મળી છે કે જેનો પ્રયોગ પોસ્ટરોને પબ્લિશ કરવામાં કરવામાં આવ્યો. પ્રાપ્ત વિગતો અનુસાર પોસ્ટરોને ત્રણ અને લશ્કર આતંકીઓના નિર્દેશ પર વહેચવામાં આવ્યા હતા.

આપને જણાવી દઈએ કે કાશ્મીરને સ્પેશિયલ રાજ્યનો દરજ્જો ખતમ કરવાના સરકારના નિર્ણય બાદ ક્ષેત્રમાં ભારે સંખ્યામાં સુરક્ષાદળ તૈનાત કર્યા છે. ફોન અને ઈન્ટરનેટ લાઈન્સ બ્લોક છે અને પૂર્વ સીએમ સહિત ઘણા મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે.