પૂર્વ સૈનિકોની હેલ્થ સ્કીમમાં આશરે 500 કરોડનો ગોટાળો થયાની શક્યતા…

નવી દિલ્હીઃ પૂર્વ સૈનિકો અને તેમના પરિવારના લોકો માટે બનેલી હેલ્થ સ્કીમ એક્સ સર્વિસમેન કોન્ટ્રિબ્યૂટી હેલ્થ સ્કીમમાં સતત ખોટા બીલો આવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ વર્ષે અલગ-અલગ હોસ્પિટલથી ઈસીએચએસ પાસે જેટલા બિલ આવી રહ્યા છે તેમાંથી 16-20 ટકા બિલ ખોટા મળી આવ્યા છે. ગત વર્ષના જ આશરે 500 કરોડ રુપિયાના બિલ કાં તો ખોટા છે અથવા તો તેને ટ્રીટમેન્ટના બિલ સાથે જોડી દેવામાં આવ્યા છે જે ટ્રિટમેન્ટ કરવામાં જ નથી આવી. આમાં બિલને વધારીને આપવાના મામલા સાથે જ જરુરિયાત વગરના પેશન્ટને એડમિટ કરવાના મામલાઓનો પણ સમાવેશ થાય છે.

સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર આર્મી તરફથી ઘણા મોટી પ્રાઈવેટ હોસ્પિટલને કરપ્ટ પ્રેક્ટિસના કારણે ઈસીએચએસ પેનલથી બહાર કરવાની ભલામણ કરવામાં આવી હતી પરંતુ ઉપરી દબાણના કારણે તેમના પર એક્શન ન લઈ શકાયું. સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ કરપ્ટ પ્રેક્ટિસની જાણકારી આર્મી સાથે જ રક્ષા મંત્રાલયને પણ છે. સુત્રોનું માનીએ તો ડિપાર્ટમેન્ટ ઓફ એક્સ સર્વિસમેન વેલફેરમાં ગડબડીની વાતો સામે આવી હતી.

ઈસીએચએસ પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનો માટે કેશ ફ્રી હેલ્થ સ્કીમ છે. આના આશરે 52 લાખ જેટલા લાભાર્થી છે અને દેશભરમાં 2000 થી વધારે હોસ્પિટલ આની સાથે જોડાયેલી છે. પ્રાપ્ત વિગતો અનુસાર સતત ઘણી હોસ્પિટલ્સ દ્વારા ખોટા બીલ, વધારીને મૂકવામાં આવેલા બિલ અને સારવાર કર્યા વગર જ બિલ મોકલવાના ઘણા મામલાઓ સામે આવ્યા છે. ત્યારે આ પ્રકારની હોસ્પિટલ્સ પર તપાસ બાદ કાર્યવાહીની ભલામણ કરવામાં આવી હતી પરંતું ડિપાર્ટમેન્ટ ઓફ એક્સ સર્વિસમેન વેલફેરના અધિકારીઓ અને કેટલાક રાજનૈતિક હસ્તક્ષેપના કારણે તમામ પૂરાવા હોવા છતા અને તપાસ દરમિયાન અનિયમિતતા સામે આવી હોવા છતા પણ આ હોસ્પિટલ્સ પર કાર્યવાહી નથી કરી શકાઈ.

સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મેરઠ, નોએડા, અને પાણીપતની કેટલિક હોસ્પિટલ્સને પેનલથી બહાર કરવાની કાર્યવાહી આર્મી દ્વારા શરુ કરવામાં આવી હતી પરંતુ મંત્રાલયના કેટલાક સીનિયર અધિકારીઓએ આમાં હસ્તક્ષેપ કર્યો. મેરઠના એક કેસમાં આર્મીના મેજર નજરલ લેવલના એક અધિકારીએ તપાસ કરી અને ડીઈંપૈનલમેંટની ભલામણ કરી પરંતુ આ કાર્યવાહીને પણ રોકવામાં આવી. કરપ્ટ પ્રેક્ટિસની ફરિયાદ પર મેરઠની એક હોસ્પિટલના હેડક્વાર્ટરમાં તપાસ કરવામાં આવી અને ગત વર્ષે 8 ઓગષ્ટના રોજ મંત્રાલય દ્વારા ઈન્સપેક્શન કરવામાં આવ્યું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]