પાંચ-જજની બેન્ચ કરશે અયોધ્યા રામ મંદિર કેસમાં સુનાવણી

નવી દિલ્હી – સુપ્રીમ કોર્ટ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે અયોધ્યામાં રામ મંદિર-બાબરી મસ્જિદ માલિકીને લગતા કેસમાં પાંચ-જજની બેન્ચ 10મી જાન્યુઆરીએ સુનાવણી શરૂ કરશે.

બેન્ચની આગેવાની લેશે દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ. અન્ય ચાર ન્યાયમૂર્તિઓ છેઃ એસ.એ. બોબડે, એન.વી.રામના, યૂ.યૂ. લલિત અને ડી.વાય. ચંદ્રચુડ.

10મી જાન્યુઆરીએ સવારે 10.30 વાગ્યાથી સુપ્રીમ કોર્ટમાં આ બેન્ચ અયોધ્યા રામ મંદિર કેસમાં સુનાવણી શરૂ કરશે.

આ જજોની બેન્ચ એ દિવસે શું ફેંસલો લેશે એના પર સહુની મીટ મંડાયેલી છે.

અલાહાબાદ હાઈકોર્ટે એના ચુકાદામાં જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરની ઉપર બાબરી મસ્જિદ બાંધવામાં આવી હતી.

 

હવે સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચ અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાને બહાલી આપીને વિવાદાસ્પદ જગ્યા ભગવાન રામની માલિકીની છે એવો ચુકાદો આપે છે કે કેમ તે જોવાનું રહ્યું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]