ભારતના વિદેશી મૂડીભંડારમાં 44.54 કરોડ ડોલરનો વધારો

નવી દિલ્હીઃ ભારતના વિદેશી મૂડીભંડારમાં વધારો થયો છે. ભારતનો વિદેશી મૂડીભંડાર 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં 44.54 કરોડ ડોલર વધીને 401.29 અબજ ડોલર થઈ ગયો છે જે 28,097.6 અબજ રુપિયા બરાબર છે. આરબીઆઈ દ્વારા જાહેર સાપ્તાહિક આંકડાઓ અનુસાર વિદેશી મૂડીભંડારનો સૌથી મોટો ભંડાર આ સપ્તાહમાં 42.11 કરોડ ડોલર વધીને 376.59 અબજ ડોલર થઈ ગયો જે 26,396 અબજ રુપિયા બરાબર છે.

બેંક અનુસાર વિદેશી મૂડી ભંડારને ડોલરમાં વ્યક્ત કરવામાં આવે છે અને આના પર ભંડારમાં ઉપસ્થિત પાઉન્ડ સહિતની આંતરરાષ્ટ્રીય મુદ્રાઓના મૂલ્યોમાં થનારા ઉતાર ચઢાવની સીધી અસર પડે છે. ગત સપ્તાહે પૂર્ણ થયેલા સમયમાં દેશનો સોનાનો ભંડાર 20.76 અબજ ડોલર રહ્યો કે જે 1,424.6 અબજ રુપિયા બરાબર છે.

આ દરમિયાન દેશના એસડીઆરનું મુલ્ય 30 લાખ ડોલર વધીને 1.47 અબજ ડોલર થઈ ગયું જે 103.2 અબજ રુપિયા બરાબર છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે IMF માં દેશના વર્તમાન ભંડારનું મૂલ્ય 3.78 કરોડ ડોલર વધીને 2.46 અબજ ડોલર નોંધાયું હતું કે જે 173.0 અબજ રુપિયા બરાબર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]