કોરોનાના 24,712 નવા કેસો, 312નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા એક કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 24,712 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 312 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,01,23,778 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,46,756 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 96,93,173 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 29,791 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે.  જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,83,849એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 95.74 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.  

દેશમાં અત્યાર સુધી 16,53,08,366 સેમ્પની તપાસ થઈ ચૂકી છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.