કોરોનાના 20,549 નવા કેસઃ નવા સ્ટ્રેનના 20 કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા રૂપના કેસ હવે વધી રહ્યા છે. દેશમાં યુકેના કોરોના સ્ટ્રેનથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા વધીને 20 થઈ છે, જે મંગળવાર સુધી માત્ર છ હતી. બીજી બાજુ, દેશમાં કોરોના વાઇરસના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 102 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 20,549 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 286 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,02,44,852 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,48,439 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 98,34,141 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 24,274 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,62,272એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 95.92 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.44 ટકા થયો છે.

કોરોનાના નવા સ્ટ્રેનના કેસ વધીને 20 થયા

બ્રિટન માં સામે આવેલા કોરોના વાઇરસના નવા સ્ટ્રેન ભારતમાં પ્રસર્યા છે. ભારતમાં આ સંક્રમિતોની સંખ્યા વધીને 20 થઈ જતાં દેશભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સૌથી ડરામણી વાત તો એ છે કે, આ વાઇરસે નાનાં બાળકોમાં દેખા દીધી છે. વિદેશથી આવી રહેલા આ ભારતીયોની બેદરકારી પણ સામે આવી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]