મહારાષ્ટ્રના ગડચિરોલી જિલ્લામાં નક્સલવાદીઓનો ભયાનક હુમલો; 15 સુરક્ષા જવાન શહીદ

નાગપુર – મહારાષ્ટ્રના ગડચિરોલી જિલ્લામાં દાદાપુર રોડ પર આજે એક પ્રચંડ સુરંગ (ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડીવાઈસ – IED) ધડાકામાં 16 સુરક્ષા જવાન શહીદ થયા છે જેઓ ગડચિરોલી પોલીસની એન્ટી-માઓઈસ્ટ સ્ક્વોડ C-60ના જવાન હતા. જવાનો જે વાહનમાં જઈ રહ્યા હતા તે સુરંગના સંપર્કમાં આવતાં ધડાકો થયો હતો. મૃતકોમાં 15 જવાન અને વાહનચાલકનો સમાવેશ થાય છે.

આ સુરંગ ધડાકો આજે બપોરે જવાનો જ્યારે તે વિસ્તારમાં એક ઓપરેશન હાથ જઈ રહ્યા હતા ત્યારે થયો હતો.

મહારાષ્ટ્રના ગૃહ રાજ્યપ્રધાન દીપક કેસરકરે કહ્યું કે માઓવાદી નક્સલવાદીઓ પોલીસ વાહનોને ટાર્ગેટ બનાવતા હોવાથી આજે જવાનો એક ખાનગી વાહનમાં જતા હતા. એનો ડ્રાઈવર પણ ખાનગી હતો.

આઈએએનએસ સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, નક્સલવાદીઓએ આજે સવારે ગડચિરોલીના કુરખેડામાં ખાનગી કોન્ટ્રાક્ટરોની માલિકીના 3 ડઝન વાહનોને સળગાવી દીધા હતા.

એ વાહનોને દાદાપુર ગામ નજીક નેશનલ હાઈવે 136 ખાતે બાંધકામ માટે રાખવામાં આવ્યા હતા.

આજે મહારાષ્ટ્ર રાજ્ય એનો 59મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે એવામાં જ આ નક્સલવાદી હુમલો કરવામાં આવ્યો છે.

નક્સલવાદીઓએ એમના સાથીઓ (કોમ્રેડ્સ)ને ગયા વર્ષે ઠાર કરાયા હતા એના વિરોધમાં વિસ્તારમાં બેનરો અને પોસ્ટરો મૂક્યા હતા અને પછી વાહનોને આગ ચાંપી હતી.

ગડચિરોલી અને ચિમુર વિસ્તારમાં ગઈ 28 એપ્રિલે લોકસભા ચૂંટણીના બીજા ચરણ વખતે મતદાન યોજાયું હતું. વિસ્તારમાં 71.58 ટકા વોટિંગ થયું હતું, જે રેકોર્ડબ્રેક રહ્યું છે.

આજે ગડચિરોલીમાંના નક્સલી હુમલાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વખોડી કાઢ્યો છે અને શહીદ જવાનોનાં પરિવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે.

httpss://twitter.com/narendramodi/status/1123512982741241856

httpss://twitter.com/Dev_Fadnavis/status/1123513782280413184

httpss://twitter.com/rajnathsingh/status/1123514146488705024

httpss://twitter.com/RahulGandhi/status/1123532536670375936

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]