હુમલો કરતાં દીપડાનો વિડીયો લેવો પડી ગયો ભારે,મંદસૌરમાં 5 ઘાયલ 1નું મોત

મંદસૌરઃ મધ્યપ્રદેશના મંદસૌરમાં હતપ્રભ કરનારી ઘટના બની હોવાનું બહાર આવ્યું છે. નારાયણગઢ થાણા ક્ષેત્રના ફતેહપુરમાં 2 જંગલી દીપડાના હુમલામાં એક મહિલાનું મોત થયું અને ત્રણ વ્યક્તિ ઘાયલ થયાં છે, ઉપરાંત 2 પોલિસકર્મીઓને સામાન્ય ઈજાઓ પણ થઈ છે.મળતી માહિતી મુજબ ફતેહપુરમાં દીપડાના બે બચ્ચાંએ ગામની મહિલા પર હુમલો કરી દીધો હતો. તેના ઘાયલ થવાના અને મોતના સમાચાર મળતાં આખા ગામના લોકો મોટીસંખ્યામાં એકઠાં થઇ ગયાં હતાં. તેમ જ લાકડીઓ અને પથ્થર મારીને ઝડપી લેવાના પ્રયાસો કરવા સાથે અને પોલિસ અને વનવિભાગને બનાવની જાણકારી પાઠવવામાં આવી હતી.

જેને લઇને વનવિભાગની ટીમ અને પોલિસની ટીમ ઘટનાસ્થળે આવીને ગ્રામજનોની મદદથી દીપડાને પકડવાની કોશિશ કરી રહી હતી. આ દરમિયાન સમગ્ર કાર્યવાહીનો વિડીયો બનાવી રહેલા એક યુવક પર દીપડાએ હુમલો કરી દીધો હતો. એ પછી ભારે મહેનત બાદ ગ્રામજનો અને વનવિભાગની ટીમે હથિયારોની મદદથી દીપડાને ઝડપવામાં સફળતા મળી હતી.જોકે અન્ય દીપડો ભાગી જવામાં સફળ થયો હતો.

દીપડાને પકડીને મંદસૌર લાવવામાં આવ્યો હતો જ્યાં પશુ ચિકિત્સકે તેને મૃત ઘોષિત કર્યો હતો. જણાવવામાં આવ્યું હતું કે તે દીપડાનું બચ્ચું હતું. આ ઉપરાંત એક અન્ય બચ્ચું જે ફરાર થઈ ગયું છે વનવિભાગની ટીમ તેને શોધવાના પ્રયત્નોમાં લાગી ગઈ છે. ઘાયલ ગ્રામજનોમાં વરદીચંદ, ફતેહસિંહ રમેશ, નાગુસિંહ અને હોજરીબાઈ છે તેમ જ એક એએસઆઈ અને પોલિસજવાનને સામાન્ય ઇજા પહોંચી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]