મુંબઈમાં ચૂંટણી અંતર્ગત ગુજરાતી સમાજની બેઠકમાં વિજય રૂપાણી હાજર રહ્યા

મુંબઈ – ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણી માટે શાસક યુતિના ભાગીદાર પક્ષ ભાજપના ઉમેદવારોના પ્રચારાર્થે આજે મુંબઈની મુલાકાતે આવ્યા હતા.

ચૂંટણી અંતર્ગત આજે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા ગુજરાતી સમાજ ભવન ખાતે મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિજય રૂપાણીએ એ બેઠકમાં હાજરી આપી હતી અને સંબોધન કર્યું હતું.

બેઠકમાં રૂપાણી ઉપરાંત ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોવર્ધન ઝડફિયા, ભૂતપૂર્વ પ્રધાન જયંતી કવાડિયા તથા અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]