મુંબઈઃ વર્સોવા વિસ્તારમાં ભાજપનાં ઉમેદવાર ડો. ભારતીબેન લવેકર માટે રૂપાણીએ કર્યો પ્રચાર

મુંબઈ – મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણી માટે શાસક યુતિના ભાગીદાર પક્ષ ભારતીય જનતા પાર્ટીના પ્રચારાર્થે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આજે મુંબઈની મુલાકાતે આવ્યા હતા.

રૂપાણીએ મુંબઈના અંધેરી (વેસ્ટ) ઉપનગરમાં 164, વર્સોવા વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર ડો. ભારતીબેન લવેકરની ચૂંટણી સભામાં સંબોધન કર્યું હતું.

આ ચૂંટણી સભામાં ગુજરાત ભાજપ પ્રદેશના ઉપાધ્યક્ષ ગોવર્ધન ઝડફિયા, સંસદસભ્ય મોહન કુંડારિયા અને સંગઠનના પદાધિકારી, મુખ્ય કાર્યકર્તાઓ તથા જન પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ડો. ભારતીબેન લવેકર 2014ની વિધાનસભા ચૂંટણીમાં આ જ બેઠક પરથી વિજેતા બન્યાં હતાં.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે 21 ઓક્ટોબરના સોમવારે મતદાન થશે અને 24 ઓક્ટોબરે મતગણતરી અને પરિણામનો દિવસ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]