વજુ કોટક: ‘ચિત્રલેખા-બીજ-જી’નાં સંસ્થાપક-તંત્રીનું ૫૮મી પુણ્યતિથિએ સ્મરણ


વજુ કોટકઃ એમની નવલકથાઓ અને પુસ્તકો

૨૨ એપ્રિલ, ૧૯૫૦ના દિવસે ‘ચિત્રલેખા’નો સર્વપ્રથમ અંક સ્ટૉલ ઉપર આવ્યો હતો. એ પ્રથમ અંકમાં વજુ કોટકે ‘ઘરની શોભા’ નામની નવલકથા લખીને ધારાવાહિક નવલકથાની પરંપરાના શ્રીગણેશ કર્યા હતા. વજુભાઈએ એમની જિંદગીની સર્વપ્રથમ નવલકથા ‘રમકડા વહુ’ ૧૯૪૨-૪૩માં લખી હતી. પાંચેક વરસ સુધી આ હસ્તલિખિત નવલકથા કંઈ કેટલાય ચાહક મિત્રો તેમ જ નિર્માતાઓના હાથમાં ફરતી-વંચાતી રહી. ૧૯૪૬માં એના ઉપરથી ‘ખિલૌના’ ફિલ્મ બની. એ જ પ્રમાણે વજુભાઈની ‘આંસુનાં તોરણ’ નવલકથા પરથી ‘લગ્નમંડપ’ નામની ગુજરાતી ફિલ્મ બની. વજુભાઈ એક ગુજરાતી સાપ્તાહિકમાં તંત્રી હતા ત્યારે એમની ‘જુવાન હૈયાં’ નવલકથા છપાતી હતી. કોઈક કારણસર એ એમણે સાપ્તાહિક છોડ્યું ત્યારે વાચકોનાં આગ્રહને લઈને ‘છાયા’ નામના સાપ્તાહિકમાં અધૂરી નવલકથા શરૂ કરી. ત્યારે એ સાપ્તાહિકનો ફેલાવો બે હજારથી સીધો દસ હજાર અંકને પાર કરી ગયો હતો. એ સમયે વજુભાઈ વાચકોનાં લોકપ્રિય નવલકથાકાર બની ચૂક્યા હતા. એમની છેલ્લી નવલકથા ‘ડૉ. રોશનલાલ’ હપ્તાવાર છપાતી હતી ત્યાં ૧૯૫૯માં એમણે આ જગતમાંથી વિદાય લીધી. પાછળથી એ નવલકથા ‘ચિત્રલેખા’ના તંત્રી હરકિસનભાઈ મહેતાએ પૂરી કરી હતી. ‘ચિત્રલેખા’ની રજતજયંતી ઉજવણી પ્રસંગે આ નવલકથા પરથી ‘હિમ-અંગારા’ નાટક બન્યું હતું, જેનાં એકસોથી વધુ પ્રયોગ થયા હતા. વજુભાઈએ નવ નવલકથા લખી હતી.
લાડીલા લેખક વજુ કોટકનાં વાંચવા અને વસાવવા લાયક પુસ્તકો…(પ્રાપ્તિસ્થાન: ચિત્રલેખાઃ ૨૫, અંધેરી ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, વીરા દેસાઈ રોડ, અંધેરી (વેસ્ટ), મુંબઈ – ૪૦૦૦૫૩).

વજુભાઈના લોકપ્રિય બનેલા સામયિકો

 

વજુ કોટક વિશેના પુસ્તકો…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]