શંકાસ્પદ ત્રાસવાદી ષડયંત્રના કેસમાં વૈભવ રાઉત, અન્યોને ATS કસ્ટડીમાં મોકલી દેવાયા

0
975

મુંબઈ – મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડે ધરપકડ કરેલા વૈભવ રાઉત, શ્રીકાંત પંગરકર તથા અન્ય બે જણને એક સ્થાનિક કોર્ટે 3 સપ્ટેંબર સુધી એટીએસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

ચારેય જણને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

વૈભવ રાઉતની મુંબઈની પડોશના પાલઘર જિલ્લાના નાલાસોપારા ઉપનગરસ્થિત એના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. એટીએસના અધિકારીઓને એના ઘરમાંથી વિસ્ફોટક પદાર્થો તથા અન્ય શંકાસ્પદ સામગ્રીઓ મળી આવી હતી.