માથેરાનમાં મિની ટ્રેન પાટા પરથી ખડી પડી; કોઈને ઈજા નથી

મુંબઈ – અહીંથી નજીક આવેલા હિલસ્ટેશન માથેરાન માટેની મિની ટ્રેન આજે સવારે માથેરાન ખાતે અમન લોજ સ્ટેશન નજીક પાટા પરથી ખડી પડી હતી. સદ્દભાગ્યે ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી.

આ ટોય ટ્રેન, જે નેરલ અને માથેરાન વચ્ચે દોડાવવામાં આવે છે તે આજે સવારે 11.55 વાગ્યે માથેરાન ખાતે પાટા પરથી ખડી પડી હતી. ટ્રેન સેવા ત્યારબાદ બપોરે 3 વાગ્યાથી ફરી શરૂ કરવામાં આવી હતી.

ચોમાસાની ઋતુ પૂરી થયા બાદ બે જ દિવસ પહેલાં આ ટોય ટ્રેનને ફરી શરૂ કરવામાં આવી હતી, પણ આજે એમાં ટેકનિકલ ખામી ઊભી થતાં એ પાટા પરથી ખડી પડી હતી.

સીટિંગ-કમ-લગેજ ડબ્બાનું એક પૈડું નીકળી જતાં ડબ્બો પાટા પરથી ખડી પડ્યો હતો. બપોરે બે વાગ્યા સુધીમાં ખડી પડેલા ડબ્બાને ફરી પાટા પર ચડાવી શકાયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]