શિવસેનાના ધારાસભ્યોને હોટેલ પસંદ ન પડીઃ રિસોર્ટમાં લઇ જવાયા

મુંબઈઃ રંગશારદા હોટલની સર્વિસ સામે અસંતોષ વ્યક્ત કરાતાં શિવસેનાએ તેમના ધારાસભ્યોને રાતોરાત અન્ય રિસોર્ટમાં મોકલ્યાં હતાં. રંગશારદા હોટલમાં એક રુમનું રુપિયા 5000 ભાડું હતું. પોતાના એમએલએને સાચવવામાં સતર્ક શિવસેનાએ શુક્રવારે બાંદ્રાની હોટલ રંગશારદામાંથી તેમના ધારાસભ્યોને  અન્ય જગ્યાએ શિફ્ટ કરી દીધાં છે.

શિવસેનાના ધારાસભ્યોએ રંગશારદા હોટેલની ખરાબ સર્વિસની ફરિયાદ કરી હતી તે પછી પાર્ટીએ શુક્રવાર સાંજે તેઓનો મલાડ પશ્ચિમની એક ફાઈવ સ્ટાર રિસોર્ટ-હોટેલમાં શિફ્ટ કરી દીધાં હતાં. ધારાસભ્યો 15 નવેમ્બર સુધી આ સ્થળે રહેશે.

શિવસેનાના નેતાઓએ જણાવ્યા પ્રમાણે બાંદ્રા સ્થિત રંગશારદા થ્રી સ્ટાર હોટલમાં ફક્ત 30 કમરા ઉપલબ્ધ હતાં તેથી કેટલાક ધારાસભ્યોને રુમ શેરિંગમાં અપાયાં હતાં. તેમ જ કેટલાક રુમની સ્થિતિ સારી ન હતી અને કેટલાકમાં સમારકામ ચાલી રહ્યું હતું. જેથી બે ધારાસભ્યને એક રુમમાં ઉતારો અપાયો હતો. હોટેલની હાલતને કારણે જે ધારાસભ્ય મુંબઈથી હતાં કે જેમનો ફ્લેટ મુંબઈમાં હતો તેઓ ગુરુવાર રાતે હોટલમાં ન રોકાયાં અને શુક્રવારે સવારે આવી ગયાં હતાં.

જે ધારાસભ્યોએ હોટલમાં રાત વીતાવી તેમણે સુવિધાઓ અને સેવાઓ અંગે ઘણી ફરિયાદ કરી હતી. એક રાતનું 5000 ભાડું લેતી હોટલમાં સારી અને શાનદાર સેવા આપવા માટે તેમના પાસે પર્યાપ્ત કર્મચારી ન હતાં. રુમમાં સફાઈ પણ ન હતી. તેમની આવી ફરિયાદો પર તરત જ પગલાં લેતાં તેમને હોટલ રીટ્રિટમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

દરમિયાન શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પીએ મિલિન્દ નાર્વેકરે મુંબઇ પોલિસ કમિશનરને પત્ર લખી શિવસેના એમએલએ ઉપરાંત તે અપક્ષ એમએલએની સુરક્ષાની માગણી કરી હતી જેમણે શિવસેનાને સમર્થન આપ્યું છે. તેમણે લખ્યું હતું કે ધારાસભ્યો એકસાથે રહી રહ્યાં થે કારણ કે તેઓમે ઘણીવાર ઉદ્ધવ ઠાકરેને મળવું પડી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે ધારાસભ્યો રંગશારદામાં રોકાયાં હતાં તે દરમિયાન પણ એ રીતનો પત્ર પોલિસને લખવામાં આવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]