નવી મુંબઈના રઘુલીલા મોલમાં છત તૂટી પડી; સદ્દભાગ્યે કોઈને ઈજા નથી

0
1049

મુંબઈ – પડોશના નવી મુંબઈ શહેરના વાશી ઉપનગરમાં આવેલા રઘુલીલા મોલમાં પ્લાસ્ટર ઓફ પેરિસ (PoP)ની બનાવેલી છત આજે બપોરના સમયે તૂટી પડી હતી.

આ બનાવમાં સદ્દભાગ્યે કોઈને ઈજા નથી થઈ.

રઘુલીલા મોલ નવી મુંબઈમાં આકર્ષણના કેન્દ્રોમાંનું એક ગણાય છે. સપ્તાહાંતના દિવસોએ તો અહીં હજારો લોકો શોપિંગ, ખાણીપીણી માટે આવતા હોય છે.

છત તૂટી પડ્યા બાદ મોલને કામચલાઉ સમય માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

httpss://twitter.com/naren64/status/1021729010492092416