મુંબઈના વર્સોવા બીચના દરિયામાં ડૂબી ગયેલા ત્રણને બચાવી લેવાયા; એક જણ લાપત્તા

મુંબઈ – અહીં અંધેરી-વિલે પાર્લે (વેસ્ટ)માં આવેલો વર્સોવા બીચનો દરિયો નાહવા માટે જોખમી છે. તે છતાં આજે બપોરે ચાર મિત્રો દરિયામાં નાહવા પડ્યા હતા અને ચાર જણ ડૂબવા લાગ્યા હતા.

બૂમાબૂમ થતાં ઘણા લોકો એમની મદદે દોડી ગયા હતા. એમાંના ત્રણ જણને બચાવી લેવામાં આવ્યા છે, પણ એક જણ લાપતા છે.

અગ્નિશામક દળ તથા સાગરી પોલીસ દળના જવાનોની મદદથી લાપતા છોકરાની શોધ ચાલુ કરવામાં આવી હતી. મોડી સાંજ સુધી એનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

આ દુર્ઘટના વર્સોવા જેટ્ટી નજીક બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યાના સુમારે બની હતી. આયુષ ખંડૂ રઈદર (13), હર્ષ અમોલ કોળી (12), રિહાન અબ્બાસ અન્સારી (13) અને વૈભવ રાકેશ ગૌડ (13) નામના મિત્રો દરિયામાં નાહવા પડ્યા હતા. આમાંથી વૈભવ ગૌડનો હજી પત્તો લાગ્યો નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]