નાશિકના અપક્ષ ઉમેદવારે 10 હજારની રકમનું ચિલ્લર આપ્યું; બાપડા કર્મચારીઓ ગણીગણીને થાકી ગયા

નાશિક (મહારાષ્ટ્ર) – આગામી લોકસભા ચૂંટણીમાં અહીંના શિવાજી સુભાષ વાઘ નામના એક અપક્ષ ઉમેદવારે પણ ઝુકાવ્યું છે.

આ ઉમેદવાર ચૂંટણીમાં જીતી શકે એવી કોઈ ખાતરી નથી, પણ એણે એક એવું પગલું ભર્યું છે જેને કારણે એ ન્યૂઝમાં છવાઈ ગયા છે.

શિવાજી વાઘે ઉમેદવારીપત્ર સુપરત કરતી વખતે ડિપોઝીટની રકમ પણ ભરી હતી, પણ એ ઢગલાબંધ છૂટ્ટા સિક્કા લાવ્યા હતા. થેલીઓ ભરીને એ 1 તથા 2 રૂપિયાના સિક્કા લાવ્યા હતા, જે રકમ 10 હજાર રૂપિયા હતી.

આવડી મોટી રકમ સિક્કાઓમાં ગણીને ચૂંટણી પંચનાં કર્મચારીઓ બચાડા થાકી ગયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]