મુંબઈમાં ઉબર, ઓલાનાં હડતાળીયા ડ્રાઈવરો આજે પરિવારજનો સાથે મોરચો કાઢશે

0
1260

મુંબઈ – ઉબર અને ઓલા કંપનીઓનાં કેબ ડ્રાઈવરો છેલ્લા એક અઠવાડિયાથી હડતાળ પર છે. એમણે જાહેરાત કરી છે કે તેઓ આજે મોરચો કાઢશે અને એમની સાથે એમના પરિવારજનો પણ જોડાશે.

ઈંધણના વધી ગયેલા ભાવને કારણે આવક ઘટી જતાં પગાર વધારવાની માગણી સાથે આ બંને કંપનીના ડ્રાઈવરો બેમુદત હડતાળ પર ઉતર્યા છે. અમુક યુનિયનોએ આ ડ્રાઈવરોને ટેકો જાહેર કર્યો છે.

ડ્રાઈવરો આજે અંધેરીમાં ઓલા કંપનીની ઓફિસેથી મોરચો કાઢશે અને કુર્લામાં ઉબર કંપનીની ઓફિસ સુધી જશે.
મહારાષ્ટ્ર રાજ્ય રાષ્ટ્રીય કામગાર સંઘ દ્વારા આ હડતાળને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. એનો આક્ષેપ છે કે મહારાષ્ટ્ર સરકાર ઉબર-ઓલાના ડ્રાઈવરોની મદદ કરતી નથી.

આ પહેલી જ વાર બંને કંપનીના ડ્રાઈવરો સંગઠિત થયા છે અને તેમાંય પરિવારજનો સાથે આંદોલને ઉતર્યા છે.

મહારાષ્ટ્ર રાજ્ય રાષ્ટ્રીય કામગાર સંઘના યુનિયન લીડર સુનીલ બોરકરનું કહેવું છે કે જો હડતાળને આજે એક અઠવાડિયું થઈ ગયું, કોઈ ધ્યાન આપતું નથી. જો રાજ્ય સરકાર પણ ધ્યાન નહીં આપે તો મંગળવારથી હડતાળને ઉગ્ર બનાવવામાં આવશે.