મહારાષ્ટ્રમાં એસએસસી પરીક્ષામાં 89.41 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા

મુંબઈ – મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ મહિનામાં લેવામાં આવેલી 10મા ધોરણ (એસએસસી)ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે, તે 89.41 ટકા આવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામ 0.67 ટકા વધુ આવ્યું છે.

સૌથી સારું પરિણામ કોંકણ વિભાગનું આવ્યું છે (96 ટકા) જ્યારે મુંબઈ વિભાગમાં 90.41 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.

આ વખતના પરિણામોમાં પણ છોકરીઓએ બાજી મારી છે. કુલ 91.97 ટકા વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે. જ્યારે 87.27 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.

સૌથી વધારે સારું પરિણામ કોંકણ વિભાગનું આવ્યું છે – 96 ટકા. જ્યારે સૌથી ઓછું પરિણામ આવ્યું છે નાગપુર વિભાગનું – 85.97 ટકા.

રાજ્યમાં 4028 શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે કે તેનું પરિણામ 100 ટકા આવ્યું છે જ્યારે 33 શાળાઓનું પરિણામ 0 ટકા આવ્યું છે.

આ વર્ષે મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા મુંબઈ, પુણે, નાગપુર, ઔરંગાબાદ, કોલ્હાપુર, અમરાવતી, નાશિક, લાતુર અને કોંકણ આ 9 વિભાગમાં ગયા માર્ચ મહિનામાં પરીક્ષા લેવામાં આવી હતી.

પરીક્ષાનું પરિણામ આ ત્રણ વેબસાઈટ પરથી મળી શકશે. https://www.mahresult.nic.inhttps://www.sscresult.mkcl.org અને https://www.maharashtraeducation.com 

જેમને એસએમએસ દ્વારા પરિણામ જાણવું હોય તેઓ Bsnl મોબાઈલ નંબર 57766 પર આ ટાઈપ કરીને જાણી શકે છે – MHSSC <space> <seatno>

પરિણામની વિભાગવાર ટકાવારી આ મુજબ છેઃ

કોંકણ – 96 ટકા

કોલ્હાપુર – 93.88 ટકા

પુણે – 92.08 ટકા

મુંબઈ – 90.41 ટકા

ઔરંગાબાદ – 88.81 ટકા

નાશિક – 87.42 ટકા

અમરાવતી – 86.49 ટકા

લાતુર – 86.30 ટકા

નાગપુર – 85.97