વાહન ચલાવવા માટે વિશ્વમાં સૌથી ખરાબ શહેર મુંબઈ: સરવે

નવી દિલ્હી:  દેશમાં એવા ઘણા શહેર છે, જ્યાં ટ્રાફિકના કારણએ વાહન ચલાવવું મુશ્કેલ બને છે. મોટા શહેરો જેમકે દિલ્હી, મુંબઈ, અને બેગ્લુરુમાં ટ્રાફિક કનજેશનની મુશ્કેલીઓ આજના સમયમાં સામાન્ય વાત બની ગઈ છે. પણ શું તમને ખ્યાલ છે કે ગાડી ચલાવવા માટે દુનિયાનું સૌથી ખરાબ શહેર કયુ છે ? વાહન અને ટ્રાફિક અંગેની માહિતી માટે મિસ્ટર ઓટોએ એક સરવે કર્યો છે.

હકીકતમાં યૂરોપિયન કાર પાર્ટ્સ રિટેલર મિસ્ટર ઓટો (Mister Auto) દર વર્ષે ડ્રાઈવિંગ સિટીઝ ઈન્ડેક્સની રિપોર્ટ જાહેર કરે છે. આ ઈન્ડેક્સ 100 શહેરોની ડ્રાઈવિંગ સ્થિતિ પર નજર રાખે છે અને તેને ત્રણ કેટેગરીના આધારે માપે છે. જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સેફ્ટી અને કિમતના આધાર પર ડ્રાઈવિંગ સ્થિતિને માપે છે. આ કેટેગરીઝને ઈન્ડેક્સમાં આગળ 15 ભાગોમાં વહેચવામાં આવી છે. સર્વેમાં વિશ્વમાં વાહન ચલાવવા માટેના સૌથી ખરાબ શહેર સહિત અન્ય કેટલીક બાબતો પણ સામે આવી છે.

ડ્રાઈવિંગ સિટીઝ ઈન્ડેક્સના રિપોર્ટ મુજબ દુનિયાભરમાં વાહન ચલાવવા માટેનું સૌથી ખરાબ શહેર મુંબઈ હોવાનું સામે આવ્યું છે. આ ઈન્ડેક્સમાં મુંબઈ 100માં ક્રમ પર છે. આ સાથે જ માર્ગ અકસ્માત મામલે મુંબઈને 100માંથી 95મો નંબર મળ્યો છે.

આ લિસ્ટમાં સામેલ ભારતનું વધુ એક મેટ્રો સિટી કોલકાતા મુંબઈથી ફક્ત બે સ્થાન પાછળ એટલે કે 98માં નંબર પર છે. ડ્રાઈવિંગ માટે અન્ય ખરાબ શહેરોમાં ઉલાનબાતર, મંગોલિયો, નાઈઝીરિયા અને પાકિસ્તાનના કારચી શહેરનું નામ સામેલ છે.

તો ડ્રાઈવિંગ માટે સૌથી સારા શહેરોમાં દુબઈ, કેનેડાનું કૈલ્ગરી અને અન્ય કનેડિયન શહેરો આ ઈન્ડેક્સમાં પ્રથમ સ્થાન પર છે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ટ્રાફિક જામની સમસ્યા વર્ષોથી છે તેમ જ અહીંના રોડની પણ ખૂબ ટીકા થાય છે.આ કારણોથી જ રોડ પરના ટ્રાફિકને અસર થાય છે. જોકે મુંબઈમાં મોટા ભાગની જગ્યા પર પાર્કિંગની સ્પેસ ન હોવાને કારણે આ નિયમનું કડકપણે પાલન નથી થઈ શક્યું. દેશની આર્થિક રાજધાનીમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. એક તરફ શહેરમાં ટ્રાફિકને કારણે પ્રદૂષણ સતત વધી રહ્યું છે, ત્યારે તેના માટે ઉકેલ શોધવાની જરૂર છે.