મુંબઈ મેરેથોનમાં 21 જાન્યુઆરીએ જોરદાર જુસ્સા સાથે ગુજરાતીઓ દોડશે

મુંબઈ– ગુજરાતીઓ બિઝનેસમાં અને સ્વાદિષ્ટ ખાવામાં કયારેય પાછળ નહી રહેતા, તેમ દોડવામાં કેમ પાછળ રહી જાય, મુંબઈ મેરથોન 21 જાન્યુઆરીને રવિવારે યોજાઈ રહી છે, જેમાં ગુજરાતીઓ ખુબ જુસ્સા સાથે ભાગ લઈ રહ્યા છે, મુંબઈ મેરેથોનની 15મી આવૃતિ માટે કુલ 44,407 લોકોએ નામ નોંધાવ્યા છે. મેરેથોનમાં 4.05 લાખ ડૉલરના ઈનામ જીતવા માટે દુનિયાના શ્રેષ્ઠ એથ્લેટો અને ભારતના દોડવીરો વચ્ચે સ્પર્ધા યોજાશે.

ફાઈલ ચિત્ર
ફાઈલ ચિત્ર

દોડવીરો માટે સાત કેટેગરી નક્કી કરવામાં આવી છે, જેમાં દોડવીરની પોતાની ક્ષમતા અને પસંદગી મુજબની કેટેગરી નક્કી કરાઈ છે. જેમાં મેરેથોન એમટર્સ, હાફ મેરેથોન-10 કિમી રન, મેરેથોન એલિટ્સ રેસ, સિનિયર સીટીઝન રન, ચેમ્પિયન્સ વિથ ડિસેબલિટી અને ડ્રીમ રનની કેટેગરી નક્કી થઈ છે.

મુંબઈનું રાઈઝર્સ ગ્રુપ 47 જણનું છે, આ રાઈઝર્સ ગ્રુપમાં 25 રાઈઝર્સ આ વર્ષે ટાટા મુંબઈ મેરેથોનની 42 કિમીની ફુલ મેરેથોન દોડવાના છે, તેમજ 22 રાઈઝર્સ 21 કિમીની હાફ મેરેથોન દોડવાના છે. ગુજરાતી, કચ્છી અને જૈનોના આ ગ્રુપમાં 25 વર્ષથી લઈને 65 વર્ષ સુધીના યંગથી માંડીને ઓલ્ડ મેમ્બરો છે. જેમનું લક્ષ્ય અને સ્વપ્ન શારિરીક અને માનસિક તંદુરસ્તી જાળવવાનું છે. રાઈઝર્સ ગ્રુપના સભ્યો ડાયટિંગથી ડિસિપ્લિન સુધી દરેક બાબતનું ધ્યાન રાખે છે.

બિલ ગેટ્સના ટેનિસ કૉચ પાસેથી મેરેથોનમાં દોડવાની પ્રેરણા મેળવનાર ટેનિસ કૉચ અને જનરલ સર્જન 48 વર્ષીય ડૉ. દીપક પટેલ 2006થી અત્યાર સુધી 17 મેરેથોનમાં ભાગ લઈ ચુક્યા છે. તેમજ તેમના ગાયનેકોલોજીસ્ટ પત્ની ડૉકટર જ્યોત્સના પટેલને પણ ફિટનેસનું મહત્વ સમજાવીને મેરેથોનમાં દોડવા માટે તૈયાર કર્યા છે. આ વર્ષે બન્ને 21 કિમીની હાફ મેરેથોનમાં દોડશે. તેમજ તેમનો 13 વર્ષનો પુત્ર ઊંમગ ડ્રીમ રન દોડવાનો છે. ડૉકટર દીપક પટેલનું ન્યૂ યોર્કમાં યોજાતી મેરેથોનમાં દોડવાનું સ્વપ્ન સેવે છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]