મુંબઈના ભાંડુપ ઉપનગરમાં બે ફેરિયાની હત્યા, ત્રીજો ગંભીર રીતે જખ્મી

0
1218

મુંબઈ – શહેરના પૂર્વ ભાગના ભાંડુપ ઉપનગરમાં આજે બનેલી એક ઘટનામાં ફેરિયાઓ સાથે મોટો ઝઘડો થયા બાદ જૂથ અથડામણમાં બે ફેરિયાની હત્યા કરવામાં આવી હતી. હિંસામાં અન્ય એક ફેરિયો ગંભીર રીતે જખ્મી થયો છે.

ભાંડુપના સોનાપૂર વિસ્તારમાં ફેરિયાઓ અને સ્થાનિક તરુણો વચ્ચે ઝઘડો થયો હતો અને એમાંથી મારામારી થઈ હતી.

આજે બપોરે લગભગ ચાર વાગ્યાના સુમારે મારામારીની ઘટના બની હતી.

પોલીસોએ ઘટનામાં તપાસ શરૂ કરી છે.