મુંબઈ – અહીં અંધેરી (ઈસ્ટ)ના મરોલ વિસ્તારમાં આજે બપોરે ‘બેસ્ટ’ કંપનીની એક બસને મોટો અકસ્માત નડ્યો હતો.
બસ એક ડમ્પર ટ્રક સાથે અથડાઈ હતી અને એને કારણે અંદર બેઠેલા 12 પ્રવાસીઓને ઈજા થઈ હતી.
ઈજાગ્રસ્તોને સારવાર માટે જોગેશ્વરીના બાળાસાહેબ ઠાકરે ટ્રોમા કેર સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
અકસ્માતવાળી બસ નવી મુંબઈના ઐરોલીથી અંધેરી તરફ આવી રહી હતી અને મરોલ ડેપો નજીક હતી ત્યારે ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો હતો અને બસ સામેની બાજુ પર ડમ્પર સાથે અથડાઈ હતી.
અકસ્માત એટલો બધો ભીષણ હતો કે બસના આગળના ભાગના ફૂરચાં ઊડી ગયા હતા.
ઈજાગ્રસ્તોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.