મુંબઈમાં બહુમાળી રહેણાક ઈમારતમાં આગ લાગી; બિલ્ડિંગમાં દીપિકા પદુકોણ પણ રહે છે

મુંબઈ – અભિનેત્રી દીપિકા પદુકોણનો જ્યાં ફ્લેટ છે અને એ જેમાં રહે છે તે પ્રભાદેવી-વરલી વિસ્તારમાં આવેલા બ્યૂમોન્ડ ટાવર્સના 33મા માળ પર આજે બપોરે ભયાનક આગ લાગી હતી. દુર્ઘટનામાં સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.

અગ્નિશામક દળ અને પોલીસના જવાનોએ 100થી વધુ રહેવાસીઓને સુરક્ષિત રીતે ખસેડી લીધા હતા.

અગ્નિશામક દળ તરફથી જણાવ્યા મુજબ આગ લેવલ-2 હતી. એ બ્યૂમોન્ટ ટાવર્સની B વિંગમાં લાગી હતી.

દીપિકા પદુકોણનો ફ્લેટ આ ઈમારતમાં 26મા માળ પર આવ્યો છે. આગ લાગી હતી ત્યારે દીપિકા એનાં ઘરમાં નહોતી અને કોઈક જાહેરખબરના શૂટિંગ માટે બહાર ગઈ હતી. જોકે જેમને ઉગારી લેવામાં આવ્યા છે એમાં દીપિકાનાં સ્ટાફનાં સભ્યોનો પણ સમાવેશ થાય છે.

આગ બપોરે લગભગ 2.10 વાગ્યે લાગી હતી. ટોચના 32 અને 33મા માળ પર આગ લાગ્યા બાદ તરત જ ધૂમાડાના કાળા વાદળ ઊંચે ચડતા દૂરથી પણ જોઈ શકાયા હતા.

આગ લાગ્યાની જાણ કરાયા બાદ અમુક મિનિટોમાં જ ડઝન જેટલા ફાયર ટેન્ડર્સ ત્યાં પહોંચી ગયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]