મુંબઈમાં જુહૂના દરિયામાં પાંચ યુવાનો ડૂબ્યા; એમાંના એકને બચાવી લેવાયો

મુંબઈ – અહીં વિલે પારલે-સાંતાક્રૂઝ (વેસ્ટ)માં આવેલા જુહૂ ચોપાટીના દરિયામાં આજે સાંજે પાંચ યુવાન મિત્રો ડૂબી જતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના જવાનો બીચ પર હાજર હતા. એમણે ડૂબી ગયેલા પાંચમાંના એક જણને સહીસલામત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી, પરંતુ અન્ય ચાર જણની શોધ ચાલુ હતી.

આ ઘટના આજે સાંજે લગભગ 5.30 વાગ્યે ગોદરેજ ચોપાટી અને ગાંધીગ્રામ ચોપાટીની વચ્ચેના ભાગમાં બની હતી.

ફરદીન સૌદાગર (17), સોહેલ શકીલ ખાન (17), ફૈસલ શેખ (17), નઝીર ગાઝી (17) અને વસીમ સલીમ ખાન (22) નામના મિત્રો દરિયામાં નાહવા પડ્યા હતા. આ પાંચેય જણ અંધેરી (વેસ્ટ)ના ડી.એન. નગરના રહેવાસી છે. આમાંના વસીમ ખાનને સુરક્ષા રક્ષકોએ બચાવી લીધો છે.

પોલીસો તથા એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]